ETV Bharat / state

EXCLUSIVE : રામ મંદિર તીર્થ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવજી મહારાજ સાથે ETV BHARATની ખાસ વાતચીત

સુરત અયોધ્યામાં ભવ્ય રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે 1,511 કરોડ રૂપિયાનો ફાળો એકત્ર થયો છે. આ વાતની જાણકારી સુરત ખાતે આવેલા રામ મંદિર તીર્થ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવજી મહારાજે ETV Bharatને આપી હતી.

રામ મંદિર તીર્થ ટ્રસ્ટ
રામ મંદિર તીર્થ ટ્રસ્ટ
author img

By

Published : Feb 12, 2021, 6:23 PM IST

  • રામ મંદિર નિર્માણ માટે 1,511 કરોડ રૂપિયાનો ફાળો એકત્રિત થયો
  • રામ મંદિર તીર્થના કોષાધ્યક્ષ ગોવિંદજી મહારાજ સુરતની મુલાકાતે
  • આગામી દિવસોમાં વધુ ફાળાની જરૂર રહેશે

સુરત : આજે રામ મંદિર તીર્થના કોષાધ્યક્ષ ગોવિંદજી મહારાજ સુરતની મુલાકાતે હતા. તેમને રામ ભક્તો સાથે મુલાકાત લીધી હતી. જે બાદ ETV Bharatને એક ખાસ ઇન્ટરવ્યૂમાં આપ્યો હતો. જે દરમિયાન ગોવિંદજીએ જણાવ્યું હતું કે, અત્યારે સુધીમાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે 1511 કરોડ રૂપિયા ટ્રસ્ટ પાસે જમા થયા છે. લોકો મંદિર નિર્માણ માટે આર્થિક સહયોગ કરી રહ્યા છે. માત્ર 1100 કરોડથી આસપાસના પરિસરનું નિર્માણ થઈ જશે, એ માનવું પણ પૂર્ણ રીતે યોગ્ય નથી. કારણ કે, અમે આસપાસના જમીન ખરીદવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ જમીનોને પરિસર સાથે જોડવામાં આવશે અને એક ગ્લોબલ સ્ટાન્ડર્ડના પર જોવા મળશે જેથી આવનારા દિવસોમાં વધુ ફાળાની જરૂર અને જણાઇ રહી છે.

રામ મંદિર તીર્થ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવજી મહારાજ સાથે ETV BHARATની ખાસ વાતચીત

તો પણ અમે રામલલાને સ્થાનાંતરિત કરીશું

મંદિરમાં ક્યારે શરૂ થશે આ અંગે તેમને જણાવ્યું હતું કે, મંદિર બે ચરણોમાં બનાવવામાં આવશે. પ્રથમ મંદિર પટાંગણનું કાર્ય થશે. આ સાથે મંદિરની આસપાસની જગ્યાઓનું વર્ષો સુધી વિકાસ કાર્ય ચાલતું રહેશે. સાડા ત્રણ વર્ષની અંદર જો મંદિર સંપૂર્ણ રીતે નહીં બને તો પણ અમે રામલલાને સ્થાનાંતરિત કરીને આ મંદિરમાં સ્થાપિત કરીશું.

આવા લોકો રાક્ષસી વૃત્તિ વાળા હોય છે

રામ મંદિરનો ફાળો એકત્ર કરવા માટે અનેક કાર્યકર્તાઓ લોકોના ઘરે ઘરે જઈ રહ્યા છે, ત્યારે હાલ જ દિલ્હીમાં રીન્કુ શર્માની હત્યા થઈ છે અને પરિવારનો આક્ષેપ છે કે, તેની હત્યા રામ મંદિર માટે ફાળો ઉઘરાવવાને કારણે થઈ હતી. આ અંગે ગોવિંદજી મહારાજે જણાવ્યું હતું કે, આવી ઘટના કરનારા ખૂબ જ નિંદનીય છે અને આવા લોક રાક્ષસી વૃત્તિના લોકો હોય છે, પરંતુ આવા લોકોના કારણે આખા સમાજ પર આંગળી ચીંધી શકાય નહીં.

રાજકીય દ્રષ્ટિથી કરાયેલું કાર્ય

હાલ જ પ્રિયંકા ગાંધી પ્રયાગરાજ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદની મુલાકાત લીધી હતી. આ અંગે તેમને જણાવ્યું હતું કે, ગંગામાં ડૂબકી લગાવવાથી અને કોઈ આચાર્ય પાસે જઈને દાન-ધર્મ કરવાથી અને સમય પસાર કરવાથી આવા લોકોનું સારું જ થતું હોય છે, તેમને જે કાર્ય કર્યું છે તે સારું જ હશે. આ રાજકીય દ્રષ્ટિથી કરાયેલું કાર્ય હશે અને તેમને જેને આશીર્વાદ આપ્યા છે કે, તેમના માટે અનુકૂળ સમય આવશે અને યોગી માટે પ્રતિકુળ સમય આવશે. આ વાતને હું માનવા તૈયાર નથી. યોગીજી જે રીતે કાર્ય કરી રહ્યા છે, લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે અને તેમને આ કાર્યકાળ સરળતાથી પૂર્ણ કરશે, જે ભગવાન રામનું અનુસરણ કરશે, જે ભગવાન રામને માને છે અને જે ભગવાન રામના ભક્તોની કાળજી રાખે તેમની સાથે ભગવાન રામ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.