ETV Bharat / entertainment

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લવ બર્ડ્સ "મલ્હાર અને પૂજા" લગ્નગ્રંથીએ જોડાશે, ઈન્સ્ટાગ્રામ પર કરી જાહેરાત - MALHAR POOJA MARRIAGE

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા ટૂંક સમયમાં લગ્નગ્રંથીએ જોડાશે. આ અંગે હાલમાં જ બંનેએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે.

મલ્હાર અને પૂજા
મલ્હાર અને પૂજા (Instagram x Pooja Joshi)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2024, 11:31 AM IST

અમદાવાદ : છેલ્લા ઘણા દિવસોથી અર્બન ગુજરાતી ફિલ્મોના સ્ટાર મલ્હાર ઠાકર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અભિનેત્રી પૂજા જોષીના લગ્નની અફવાઓ ચાલી રહી હતી. આ બંને સ્ટાર્સે પણ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. જોકે, હવે આ અફવાઓનો અંત આવ્યો છે.

લવ બર્ડ્સ મલ્હાર અને પૂજા : મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ જાતે જ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના લગ્નની જાહેરાત કરી છે. આ સાથે જ કેટલાક સમયથી ઉડી રહેલી અફવાઓ અને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. પૂજા જોષીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મલ્હાર ઠાકર સાથે કોલાબ પોસ્ટ કરીને તેમના સંબંધ અને લગ્નની માહિતી આપી હતી.

લગ્નની ઓફિશીયલ અનાઉન્સમેન્ટ : પૂજા જોષીએ આ પોસ્ટમાં લખ્યું કે,"અફવાઓને આરામ આપીએ છીએ. રીલથી રીયલ સુધી. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ. કાઉન્ટડાઉન શરૂ". મલ્હાર ઠાકરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટ જોઈ ચાહકો ખુશ થઈ ગયા છે. પોસ્ટ સાથે હેશટેગમાં લખ્યું છે કે, નોટ અ ફિલ્મ અનાઉન્સમેન્ટ, ન્યુ જરની, ટુગેધરનેસ, લવ.

આ પણ વાંચો:

  1. ગુજરાતી ફિલ્મ 'સાસણ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું
  2. મારાં જીવનની બીજી સૌથી મોટી ક્ષણ : માનસી પારેખ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.