રાજ્ય સરકારે મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરી 16મી સેપ્ટમ્બરથી ટ્રાફિકનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર હરેકૃષ્ણા પટેલે જણાવ્યું હતું કે, આ કાયદો પૈસા પડાવવા માટે નથી. સુરતમાં જ થોડા દિવસ પહેલા જ બે લોકોના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા. જો તેમણે હેલ્મેટ પેહર્યું હોત તો તેમનું જીવન બચી જાત. ટ્રાફિકના આ નિયમોનું પાલન કરવામાં આવશે તો પોલીસ દંડ કરશે નહી. આવા જનજાગૃતિના કાર્યક્રમો સુરતમાં હાથ ધરવામાં આવશે. તકવાદી લોકો ખોટી અફવા ફેલાવી રહ્યાં છે.
જનતાને આ નિયમ પાળવા તેમજ અપીલ કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, NGO અને શાળાઓના વિદ્યાર્થીઓ સાથે મળી નવા કાયદાને લઈ લોકોને જાગૃત કરવામાં આવશે. સાથે આક્રમક રીતે આ કાયદાનો અમલ પણ કરવામાં આવશે.