- બોલાવ ગામના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
- વોર્ડ 4 માં એકપણ અનુસૂચિત જાતિનો મતદાર ન હોવા છતાં બેઠક આવે છે અનુસૂચિત
- ગામલોકોએ ગત ટર્મમાં પણ તંત્રને કરી હતી રજૂઆત
ઓલપાડ- ગ્રામ પંચાયતની ચૂંટણીને (Gram Panchayat Election 2021) હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજરોજ સરપંચ તેમજ ઉમેદવારોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે ઓલપાડ તાલુકાના બોલાવ ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામ લોકોએ ફોર્મ ભર્યું ન હતું અને ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર જાહેર (Election boycott in Bolav Village) કર્યો હતો.
ગ્રામજનોએ જણાવી સમસ્યા
ETV BHARAT સાથેની વાતચીતમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4માં એકપણ અનુસૂચિત જાતિનો મતદાર નહીં હોવા છતાં છેલ્લી બે ટર્મથી (Gram Panchayat Election 2021) આ વોર્ડમાં આ જ બેઠક આવી રહી છે. ગત ચૂંટણીમાં પણ વોર્ડ 4માં અનુસૂચિત બેઠક આવી હતી અને બેઠક ખાલી રહી હતી જેને લઈને રજૂઆત કરી હતી.
કૃષિપ્રધાનના તાલુકામાં ચૂંટણીનો બહિષ્કાર
આ ચૂંટણી (Gram Panchayat Election 2021) પહેલા પણ ધારાસભ્ય, ચૂંટણી પંચ, સચિવ સુધી રજૂ આત કરી છતાં ગામજનોની વાત ધ્યાને લેવાઈ નથી. જેને લઈને ગામલોકોએ નક્કી કર્યું છે કે આ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં (Election boycott in Bolav Village) આવશે. ત્યારે રાજ્યના કૃષિપ્રધાન મુકેશ પટેલના (Agriculture Minister Mukesh Patel) તાલુકામાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર થતા સુરત જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચોઃ રાજ્ય કૃષિ પ્રધાન મુકેશ પટેલે ઓલપાડ તાલુકામાં જન આશીર્વાદ યાત્રા યોજી
આ પણ વાંચોઃ ઓલપાડના ધારાસભ્ય મૂકેશ પટેલે હાર્દિક પટેલ પર કર્યા વળતાં પ્રહાર