વાહન અને કારમાં વપરાતા ઓઇલ અંગે હવે ચેતવણી આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત LCB અને SOGએ ડુપ્લીકેટ ઓઇલના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. બાતમીના આધારે સુરત ગ્રામ્ય LCB અને SOG ની ટિમે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માકણા ગામે આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 223માં કેસ્ટ્રોલ કંપનીના પેકીંગમાં ડુપ્લીકેટ ઓઇલ ભરીને પ્લાસ્ટિકના ડબ્બામાં મશીનરી મારફત ભરી પેકીંગમાં સીલ કરતા દિપક ભુવા નામના ઈસમની ધરપકડ કરી છે.
સુરતમાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરી તેમાં અલગ-અલગ કેમિકલનું મિશ્રણ કરતા હતા. અને બજારમાં બ્રાન્ડનું ઓઇલ હોવાનું જણાવી વેંચાણ કરતા હતા. આજ રીતે સુરત જિલ્લા અને શહેરમા વેંચાણ કરતાં હોવાની પણ કબૂલાત કરી હતી. ડુપ્લીકેટ ઓઇલ , કેસ્ટ્રોલ બ્રાન્ડના પૂંઠા, કોમ્પ્રેસર, મશીન સહિત 2.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
માકણા ગામે ચાલતા આ કારોબારમાં એક આરોપીની ધરપકડ કરતા પોલીસ મૂળ સુધી પહોચીં હતી. અને નેટવર્ક સુરતના પાસોદ્રાના નવકાર સોસાયટીમાં રહેતા જીગા દુલા માવાણી અને નિતેશ માવાણી બન્ને ભાઈઓ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેઓ ને ભાગેડુ જાહેર કરી, આ ડુપ્લીકેટ ઓઇલ કેટલા સમયથી અને ક્યાં ક્યાં વેંચાણ કર્યું છે. તે તમામ વિગતો મેળવવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.