સુરતઃ શહેરમાં ગુનાખોરીની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે અહીં એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગરમાં 30 વર્ષીય અસ્મિતાબેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી પહેલા તેણે પોતાની 2 પુત્રીને મારવાનો પ્રયાસ કર્યો ને ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અત્યારે અસ્મિતાબેન અને તેમની 2 પુત્રી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે.
આ પણ વાંચોઃ Patan Crime News : પરણિતાની આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં આરોપીને કડક સજાની માગ કરતો મોદી સમાજ
પાંડેસરા વિસ્તારની ઘટનાઃ મળતી માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગરમાં રહેતી 30 વર્ષથી અસ્મિતા પટેલે પોતાની 7 વર્ષીય પુત્રી રિતાંશુ અને 3 મહિનાની પુત્રી દિવ્યાને મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી. જોકે, તેમને તાત્કાલિક ઑટોરિક્ષામાં નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ બંને પુત્રીઓની તબિયત ગંભીર છે. ત્યારે માતાની તબિયત સારી હોવાનું બહાર આવ્યું છે. હાલ આ મામલે પાંડેસરા પોલીસે માતા વિરૂદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.
એક વખત નિવેદન લઈ લેવાય ત્યારબાદ આ મામલે ગુનો નોંધાશેઃ આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન. કે. કામલિયાએ જણાવ્યું હતું કે, આ મામલે અમે હજી સુધી ફરિયાદ તો નથી લીધી, પરંતુ આ ઘટનામાં 3 વર્ષીય બાળકીની તબિયત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેમ જ 7 વર્ષીય દિકરીની તબિયત ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે માતાની તબિયત સારી છે, પણ તેઓ પણ બરોબર બોલી શકતા નથી, જેથી આ મામલે હાલ તમામ લોકોને નિવેદન લેવામાં બાકી છે. મહિલાના પતિ દિનેશ પટેલ પણ કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી. એક વખત નિવેદન લઈ લેવાય ત્યારબાદ આ મામલે ગુનો નોંધવામાં આવશે.
આ પણ વાંચોઃ Vadodara Crime : વ્યાજખોરની ધમકીથી તંગ યુવકે આત્મહત્યા કરી, પરિવાર ગયો હતો લગ્નપ્રસંગમાં
દિકરીઓની બિમારીથી કંટાળી મહિલાનું દુષ્કૃત્યઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નિવેદન બાદ જ તમામ માહિતીઓ બહાર આવશે. મહિલાની નાની દિકરીને કાયમી ઉધરસની બીમારી અને મોટી દિકરીને શરદી હોવાથી તે કંટાળી ગઈ હતી. એટલે મહિલાએ પોતાની પુત્રીઓને મારવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હાલ માતાનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે.