ETV Bharat / state

તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં કોર્ટમાં અત્યાર સુધી ચાર્જ ફ્રેમ થઇ શક્યો નથી, કોરોના કાળમાં વાલીઓ બન્યા લાચાર

કોરોના કાળમાં લોકો એકલતા અનુભવે છે, માનસિક રીતે કેટલાક લોકો તૂટી ગયા છે. આવી પરિસ્થિતિમાં તક્ષશિલા અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા બાળકોના વાલીઓને પણ તેમના બાળકોની યાદ રડાવી રહી છે. કોરોના કાળમાં એક તરફ તક્ષશિલા અગ્નિકાંડમાં કોર્ટમાં અત્યાર સુધી ચાર્જ ફ્રેમ થઇ શક્યો નથી, તો બીજી તરફ ઘરમાં એકલા રહેલા વાલીઓને પોતાના મૃત બાળકોની યાદ વધુ આવે છે.

author img

By

Published : May 24, 2021, 9:30 PM IST

તક્ષશિલા અગ્નિકાંડ
તક્ષશિલા અગ્નિકાંડ
  • તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં કોર્ટમાં અત્યાર સુધી ચાર્જ ફ્રેમ થઇ શક્યો નથી
  • પાંચ વખત તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં ચાર્જફ્રેમ માટે તારીખ પડી ચૂકી છે
  • કોરોના કાળના કારણે અને પોલીસ જાપ્તા ન હોવાના કારણે અત્યાર સુધી આ પ્રક્રિયા હાથ ધરાઇ શકી નથી

સુરત : તક્ષશિલા અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે. 22 માસૂમ બાળકોએ તંત્રના ઘોર પાપે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તક્ષશિલા અગ્નિકાંડ કેસના 14 આરોપીઓ પૈકી 9 આરોપીઓ હાલ જામીન પર મુક્ત થઈ ગયા છે. આરોપી વધુ હોવાના કારણે અને સાથે પોલીસ જાપ્તા નહીં મળતા આરોપીઓ એક સાથે કોર્ટમાં હાજર રહી શકે એવી સ્થિતિ ન હતી. જે કારણે આ કેસમાં અત્યાર સુધી ચાર્જ ફ્રેમ પણ કરાયો નથી. વાલીઓ 10 વખત સુપ્રીમ કોર્ટમાં, 100 વખત હાઇકોર્ટમાં તેમજ અસંખ્ય વખત સેશન કોર્ટમાં ધક્કા ખાઇ ચૂક્યા છે. 5 વખત આ પ્રકરણમાં ચાર્જ ફ્રેમ માટે તારીખ પડી ચૂકી છે, પરંતુ કોરોના કાળના કારણે અને પોલીસ જાપ્તા ન હોવાના કારણે અત્યાર સુધી આ પ્રક્રિયા હાથ ધરાઇ શકી નથી.

આ પણ વાંચો - તક્ષશિલા અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ : મૃતકોના પરિજનોની આંખો આજે પણ ન્યાય ઝંખે છે

મોટા અધિકારીઓને બક્ષી દેવામાં આવ્યા

દિવસો જતા તક્ષશિલાની આગ ભલે ઠંડી થઈ હોય, પરંતુ વાલીઓના કલેજાની આગ હજૂ પણ બુજાઈ નથી. સુરત મહાપાલિકાના અધિકારીઓની બેદરકારીને કારણે આ ઘટનામાં 22 નિર્દોષ કિશોરોએ જીવ ગુમાવ્યો હતો. સરકારે જાહેરાત કરી હતી કે, આ ઘટનામાં સામેલ લોકોને ક્યારે પણ છોડવામાં આવશે નહીં, પરંતુ વાલીઓનો આરોપ છે કે, અત્યાર સુધી મોટા અધિકારીઓને બક્ષી દેવામાં આવ્યા છે અને એકેય ઉચ્ચ અધિકારીની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો - તક્ષશિલા અગ્નિકાંડને આજે એક વર્ષ પૂર્ણ : પરંતુ લોકોની નજર સમક્ષથી આ ગોઝારી ઘટના દૂર નથી રહી

એકલતા અનુભવી રહ્યા છે વાલીઓ

હાલ કોરોના કાળમાં લોકો મોટાભાગે ઘરે રહે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે તક્ષશિલા અગ્નિકાંડમાં પોતાના બાળકને ગુમાવનારા વાલીઓ પણ એકલતા અનુભવી રહ્યા છે. આ કોરોના કાળમાં તેમને પોતાના બાળકોને ગુમાવી દેવાની વેદના છે, ત્યારે બીજી બાજુ ન્યાય અપાવવા માટે જે કેસ ચાલવો જોઈએ, તે કોરોનાના કારણે ચાલી રહ્યો નથી તેનાથી તેઓ વ્યથિત છે.

આ પણ વાંચો - જાણો શું છે તક્ષશિલા અગ્નિકાંડ?

આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે તેવી વાલીઓની માગ

તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા બાળકના વાલી જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, પુણામાં જ્યારે ઘરે રહીએ છીએ, તો ઘરના દરેક ખુણામાં જાણે મારી દીકરી ફરતી હોય એવું લાગે છે. તેની બહુ યાદ આવે છે. અમે ઈચ્છીએ છે કે, આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે. જ્યાં સુધી અમારા બાળકોને ન્યાય નહીં મળે, ત્યાં સુધી લડત ચાલુ રાખીશું. તક્ષશિલાની ભલે આગ ઠંડી પડી ગઈ છે, પણ અમારા કલેજાની આગ હજૂ સળગી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.