ETV Bharat / state

Drugs Crime : એનડીપીએસ ગુનામાં લાજપોર જેલની અંદરથી મોબાઇલ મારફતે આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડ ચલાવતા શાતિર કેદીનો પર્દાફાશ

સુરતમાં શહેર પોલીસ કમિશનર અજય તોમરે એક જ દિવસમાં એનડીપીએસના ગુનાઓના પર્દાફાશની ઘટનાઓ બહાર લાવવામાં સપાટો બોલાવ્યો છે. લાજપોર જેલમાં કેદી એવો શાતિર દિમાગ કેદી સુનિલ કૌશિક દ્વારા મોબાઇલ પર ચલાવાતા આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Drugs Crime : એનડીપીએસ ગુનામાં લાજપોર જેલની અંદરથી મોબાઇલ મારફતે આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડ ચલાવતા શાતિર કેદીનો પર્દાફાશ
Drugs Crime : એનડીપીએસ ગુનામાં લાજપોર જેલની અંદરથી મોબાઇલ મારફતે આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડ ચલાવતા શાતિર કેદીનો પર્દાફાશ
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 7:26 PM IST

સુનિલ કૌશિક નામના કેદીનું કારસ્તાન પકડાયું

સુરત : એનડીપીએસ ગુનામાં લાજપોર જેલની અંદર બેસી મોબાઇલ મારફતે આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે. એનડીપીએસ કેસમાં જેલની અંદર બેસીને આરોપી સુનિલ કૌશિક જેલમાંથી ડ્રગ્સ કૌભાંડ ચલાવી રહ્યો હતો. આરોપી સુનિલ મોબાઇલના માધ્યમથી હરિયાણાના ભીવાની ખાતે રહેતા તેના પિતા સાથે સંપર્ક કરી હરિયાણાના પડોશી રાજ્ય રાજસ્થાનની હદમાંથી ગુજરાત રાજ્યના સુરત તથા અન્ય શહેરોમાં તથા મહારાષ્ટ્રમાં પણ એમડી ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાનું કાવતરું કરતો હતો.

માદક પદાર્થનો જથ્થો જપ્ત : સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન ખાતેથી એમડી ડ્રગ્સની બનાવટમાં વાપરવામાં આવતા રો મટીરીયલનો 10 કિલો 901 ગ્રામ માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો છે. તારીખ 18 સપ્ટેમ્બરના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને માહિતી મળી હતી કે સુરત લાજપોર જેલમાં એનડીપીએસ કેસમાં જેલવાસ ભોગવી રહેલા સુનીલ કૌશિક જેલની અંદર બેસીને મોબાઈલ ફોનથી હરિયાણા ભીવાની ખાતે રહેતા પોતાના પિતા ગજાનંદ શર્મા સાથે સંપર્કમાં છે અને હરિયાણાથી પડોશી રાજ્ય રાજસ્થાનની બોર્ડરથી ગુજરાતના સુરત સહિત અન્ય શહેરો તેમજ મહારાષ્ટ્ર રાજ્યના પણ કેટલાક શહેરોમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાનું કાવતરું કરે છે.

રાજસ્થાન ખાતે રેઇડ કરી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુનિલ કૌશિકની ધરપકડ કરી રાજસ્થાન ખાતે રેઇડ કરી એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજસ્થાનના કાલી જિલ્લા પહોંચી હતી અને ત્યાં ગુપ્ત ઓપરેશન હાથ ધરી અલગ અલગ પ્લાસ્ટિકની બેગોમાંથી સફેદ રંગના પાવડર સ્વરૂપમાં શંકાસ્પદ વસ્તુ જપ્ત કરી તેની તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ માદક પદાર્થ છે અને જેનું વજન 10 કિલો 901 ગ્રામ છે. જેને જપ્ત કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપી સુનિલના પિતા ગજાનંદ શર્માની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા લાજપોર જેલમાં જેલ પોલીસની મદદથી આરોપી સુનિલ કૌશિકની જડતી લેવામાં આવી હતી. તેની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ફેક્ટરી ખોલી ત્યાં એમડી ડ્રગ્સ બનાવવા માટે રો મટીરીયલ તરીકે આ સફેદ પાવડરનો ઉપયોગ કરતા હતા. આરોપીઓ ઘનશ્યામ મુલાણી, સુનિલ કૌશિક અને વિરામણી અન્ના લાજપોર જેલમાં સાથે હતાં અને એમડી ડ્રગ બનાવવાનો તેઓએ જેલની અંદર પ્લાન બનાવ્યો હતો...અજય તોમર ( પોલીસ કમિશનર સુરત )

12 કિલો જેવું એમડી બનાવવા રો મટીરીયલનો જથ્થો : સાથે તેઓએ જણાવ્યું હતું કે જેલની અંદર બનાવેલા પ્લાન મુજબ આરોપી ઘનશ્યામ અને વિરામણીએ પેરોલ જમ્પ કર્યા હતા અને ત્રણેય આરોપીઓએ સુનિલના પિતા ગજાનંદ શર્મા પાસેથી 12 કિલો જેટલો એમડી બનાવટમાં વાપરવામાં આવતા રો મટીરીયલનો જથ્થો મેળવી રાજસ્થાનમાં એમડી ડ્રગ્સ બનાવી વેચાણ કરવા અંગેની કબૂલાત કરી છે. સુનિલ મૂળ ભીવાની હરિયાણાનો રહેવાસી છે. રો મટીરીયલ તે હરિયાણાથી મંગાવીને રાજસ્થાન રાખતો હતો અને ત્યાંથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનાવીને મોકલતો હતો.

  1. Surendranagar Crime : સુરેન્દ્રનગર એલસીબી પોલીસે 17.81 લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું, લોરેન્સ બીશ્નોઇ ગેંગના ઇનામી આરોપી પકડ્યાં
  2. પંજાબની જેલમાં ચાલતું ડ્રગ્સનું નેટવર્ક ગુજરાત પોલીસે તોડ્યું: હર્ષ સંઘવી
  3. Drugs Crime : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કરોડથી વધુના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપ્યાં, પાલનપુર અને રાજસ્થાન કનેક્શન ખુલ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.