ETV Bharat / state

Surat Crime News: બિનવારસી ચરસ વેચી પૈસા કમાવવાની લાલચે સુરતના બે યુવકોને જેલભેગા કર્યા - 8 કિલો ચરસ

સફળતા માટેના શોર્ટકટ્સ હંમેશા જોખમી હોય છે. આ હકીકત સુરતના બે મિત્રોને સમજાઈ છે. બિનવારસી મળેલ ચરસ વેચીને ધનવાન થવાના ચકકરમાં આ બંને યુવાનોને જેલ જવાનો વારો આવ્યો છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

ઘર પાછળ બિનવારસી 8 કિલો ચરસ સંતાડ્યું હતું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 4:05 PM IST

કુલ 4 કરોડથી વધુ કિંમતનું 8 કિલો ચરસ ઝડપાયું

સુરત : છેલ્લા ઘણા સમયથી ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં બિનવારસી ચરસ મળવાની ઘટનાઓ બની રહી છે. આવો જ એક બિનવારસી ચરસનો જથ્થો સુરતના 2 મિત્રોને મળી આવ્યો હતો.તેમણે પોલીસને જાણ કરવાને બદલે ચરસ વેચીને ધનવાન થવાનો રસ્તો પસંદ કર્યો. અહીં જ તેઓની ગણતરી ઊંધી પડી. એસઓજીને બાતમી મળતા જ બંને મિત્રોને પાલીસે ઝડપી લીધા છે. કુલ 8 કિલો જેટલું ચરસ પણ જપ્ત કર્યુ છે.

બિનવારસી ચરસ વેચી પૈસા કમાવવાની લાલચે સુરતના બે યુવકોને જેલભેગા કર્યા

સામાન્ય નોકરીયાત છે યુવકોઃ 26 વર્ષીય પિન્કેશ પટેલ હજીરાની એક મોટી કંપનીમાં ક્રેન ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તેનો સમવ્યસ્ક મિત્ર અભિષેક પટેલ હજીરાની અન્ય એક કંપનીમાં લેબર સપ્લાય તરીકે કાર્યરત છે. આ બંને મિત્રો સુરતના સુવાલી બીચ પર ફરવા નીકળ્યા હતા. આ બંને મિત્રોને બિનવારસી ચરસ મળી આવ્યું હતું. આ મિત્રોએ પોલીસને જાણ કરવાને બદલે જાતે ચરસ વેચી ધનવાન થવાનું પસંદ કર્યું. તેમણે આ બિનવારસી ચરસના જથ્થાને ઘર પાછળ દાટી દીધું હતું.આ ચરસના વેચાણ માટે ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સ જતીન ભગતનો સંપર્ક કર્યો હતો. જતીન છેલ્લા 25 દિવસથી ચરસના વેચાણમાં તેમની મદદ કરતો હતો.

સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને જાણકારી મળી હતી કે છેલ્લા 25 દિવસથી હાઈ ક્વોલિટીનું અફઘાની ચરસ વેચાઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે આરોપી જતીન, પીન્કેશ અને અભિષેકની ધરપકડ કરી હતી. કુલ 8 કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું છે જેની બજાર કિંમત રૂ.4.15 કરોડ જેટલી થાય છે...અજયકુમાર તોમર (પોલીસ કમિશ્નર, સુરત)

વારંવાર મળી રહ્યું છે બિનવારસી ચરસઃ ગુજરાત બોર્ડર નજીક અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બોર્ડર છે જેમાંથી ડ્રગ્સને દરિયા માર્ગે ઘુસાડવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં હાઈ ક્વોલિટી ચરસના પેકેટ મળી રહ્યા છે. આ પેકેટ પર અફઘાની પ્રોડક્ટ લખેલ છે. જેથી મરિન પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે સાથોસાથ સ્થાનિક માછીમારોને પણ સતર્ક રહેવાની સૂચના અપાઈ છે.

  1. Porbandar Crime : પોરબંદરમાં 5 લાખ ઉપરાંતના ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાતા મચી ચકચાર
  2. Patan Crime : પાટણમાં ડ્રગ્સ સાથે બે શખ્સોને પોલીસે પકડ્યા, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.