ETV Bharat / state

Surat Drug Peddler Couple : સુરતમાં ડ્રગ્સ પેડલર દંપતી ઝડપાયું, પોલીસે વેશપલટો કરી વેપલાનો પર્દાફાશ કર્યો - ડ્રગ્સનો જથ્થો આપનાર આરોપી અક્રમ શેખ

શહેરમાં ડ્રગના વેપલાને રોકવા સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના રાંદેર વિસ્તારમાં પોલીસે વેશપલટો કરી ડ્રગ પેડલર દંપતીને ઝડપી પાડ્યા છે. સુરત શહેરના જ સપ્લાયર પાસેથી ડ્રગ લાવી શહેરના વિવિધ વિસ્તારમાં વેચતા પતિ-પત્ની પાસેથી પોલીસે 2 લાખની કિંમતનું લગભગ 20.36 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે.

Surat Drug Peddler Couple
Surat Drug Peddler Couple
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2023, 7:22 PM IST

ડ્રગ્સ પેડલર દંપતી ઝડપાયું

સુરત : સુરત પોલીસે ડ્રગના દૂષણને ડામવા ઉમદા કામગીરી કરી છે. રાંદેર પોલીસે વેશપલટો કરી ડ્રગ્સનો વેપલો કરનાર દંપતીની ધરપકડ કરી છે. પોલીસે ડ્રગ્સ પેડલર પત્ની-પતિને કુલ 20.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડયા છે. કુલ બે લાખની કિંમતનું આ MD ડ્રગ્સ તેઓ સુરતમાં જ રહેનાર અક્રમ શેખ પાસેથી ખરીદતા હતા. જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હાઈ પ્રોફાઈલ જીવનશૈલી જીવવા માટે દંપત્તિ ડ્રગ્સ વેચી રહ્યા હતા.

ડ્રગ્સ પેડલર દંપતી : સુરત પોલીસ દ્વારા 'શે નો ટુ ડ્રગ્સ' અભિયાન હેઠળ છેલ્લા ઘણા સમયથી ડ્રગના દૂષણ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને રાંદેર પોલીસને માહિતી મળી હતી કે, સુરેશરા રામનગર ચાર રસ્તા પાસે સમીર અને તેની પત્નીને બર્ગમેન ગાડી લઈને આવી રહ્યા છે. તેઓ એક ગ્રાહકને એમડી ડ્રગ્સ વેચાણ કરવાના છે. આ બાતમીના આધારે પોલીસે ડ્રગ્સ પેડલર દંપતીની ધરપકડ કરી છે.

પોલીસે કર્યો વેશપલટો : આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ઉમદા કામગીરીનું પ્રદર્શન કર્યું હતું. પોલીસ કર્મચારીઓએ વેશ પલટો પણ કર્યો હતો. જે વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી તે મુસ્લિમ વિસ્તાર હોવાના કારણે તેઓએ મુસ્લિમ પહેરવેશ પણ ધારણ કર્યો હતો. સુરત શહેરના રાંદેર વિસ્તાર ખાતે આવેલા રહેમાન જમાદાર સ્ટ્રીટ ખાતે રહેતા 24 વર્ષીય સમીર મલિક અને તેની 27 વર્ષીય પત્નીની પોલીસે ધરપકડ કરી છે. બંને પાસેથી રુપિયા 2 લાખની કિંમતનું કુલ 20.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

ડ્રગ્સની હેરાફેરી કરનાર દંપતીની રાંદેર પોલીસે ધરપકડ છે. તેમની પાસેથી 20.36 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. દંપતીને ડ્રગ્સનો જથ્થો આપનાર આરોપી અક્રમ શેખ હાલ વોન્ટેડ છે. તેની શોધખોળ પોલીસ કરી રહી છે. -- બી.એમ. ચૌધરી (ACP, સુરત પોલીસ)

2 લાખનું MD ડ્રગ્સ : આ સમગ્ર મામલે ACP બી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સની હેરાફેરી કરનાર દંપતીની રાંદેર પોલીસે ધરપકડ છે. અગાઉ પણ આરોપીની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચે 7 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કરી હતી. આરોપીઓ ઘણાં સમયથી પોલીસને ઓળખતા હોવાથી સહેલાઈથી પોલીસ આવે તે પહેલા નાસી જતા હતા. આ માટે પોલીસ કર્મચારીઓએ મુસ્લિમ પરિવેશ ધારણ કરીને આરોપીને પકડવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા. ત્યાંથી આરોપી પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 20.36 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

ડ્રગ ક્યાંથી આવ્યું ? ACP બી.એમ. ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી સમીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રાંદેર પોલીસ મથકમાં તેની ઉપર 4 કેસ, ક્રાઈમ બ્રાન્ચમાં 1 જ્યારે પાસા હેઠળની પણ કાર્યવાહી થઈ છે. પતિ-પત્નીને ડ્રગ્સનો જથ્થો આપનાર આરોપી અક્રમ શેખ હાલ વોન્ટેડ છે. તેની શોધખોળ પોલીસ કરી રહી છે. આરોપી અને તેની પત્ની હાઈપ્રોફાઈલ જીવનશૈલી જીવવા માટે સાથે મળી ડ્રગ્સ વેચી રહ્યા હતા. તેઓ આરોપી અક્રમ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી પોતાની મોમેન્ટમાં મૂકી શહેરના અલગ-અલગ વિસ્તારમાં જઈ ડ્રગ્સ લેનાર લોકોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા.

  1. સુરતમાં એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ, ડ્રગ પેડલર વસીમ મિર્ઝા વોન્ટેડ જાહેર
  2. Surat Crime: મૂર્તિકાર મહિલાએ ઉછીના આપેલ 2 લાખ રૂપિયા પાછા માંગતા પિતા-પુત્રએ ગુજાર્યો બળાત્કાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.