સુરત: તાપી મૈયાના જન્મદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક સાથે બે અંગદાનની વિરલ ઘટના સામે આવી છે. જેમાં મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ બે બ્રેઈનડેડ વ્યક્તિઓના ચાર કિડની અને બે લીવરના દાનથી 6 જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે. આ સાથે આજે નવી સિવિલથી અંગદાનની સેન્ચુરી પૂર્ણ થઈ છે. આજે 31મું અંગદાનની ઘટનામાં કુલ 100 અંગોનું દાન કરવામાં આવ્યું છે.
![મનોજ ચાવડા અને અરવિંદ મહંતો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-06-2023/18843823_02.jpg)
અંગદાન કરનાર મૂળ બિહારના: આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેટ ડો.ગણેશ ગોવકરે જણાવ્યું હતું કે આજે આપણી સિવિલ હોસ્પિટલમાં એક સાથે બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરવામાં આવ્યું છે. પેહલો પેસન્ટ નામ અરવિંદ રામચંદ્ર મહંતો જેઓ 45 વર્ષના હતા તેઓ મહારાષ્ટ્રના દાંડીપાડા પાલઘર પાસે આવેલી પતરા બનાવવાની કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા હતા. તેઓ મૂળ મૂળ બિહારમાં આવેલ નવાડાના જિલ્લાના બિસનપુર ગામના હતા.
રેલવે સ્ટેશન પાસે ચક્કર આવતા પડી ગયા હતા: તેઓ ગત 13મી તારીખે બીમાર હાલતમાં હતા. તે દરમિયાન જ મહારાષ્ટ્રના બોઈસર રેલવે સ્ટેશન પાસે ચક્કર આવતા પડી ગયા હતા. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમનું સારવાર ચાલીયા બાદ ગતરોજ હોસ્પિટલના ડોક્ટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કરાય હતા.
ટ્રક સાથે અથડાતા અકસ્માત: બીજી ઘટનામાં 37 વર્ષીય મનોજભાઈ ઈશ્વરભાઈ ચાવડા જેઓ તાપી જિલ્લામાં આવેલ વાઘજરી ગામના ડેરી ફળીયા ખાતે રહેતા અને તેઓ મૂળ જામનગર જિલ્લાના દિગ્વિજય ગામના વતની હતા. તેઓ કડીયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓને ગત 22મીએ રાત્રિ દરમિયાન મજૂરી કામ અર્થે કડોદ ગામ ગયા હતા. જ્યાંથી પોતાની એક્ટિવા પર ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રે 12 વાગ્યા આસપાસ કપુરા ગામ નજીક ટ્રકે સાથે અથડાતા અકસ્માત થયો હતો જેથી તેઓ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વ્યારાની ખાનગી હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેઓને નવી સિવિલ હોસ્પિટલ લઇ આવામાં આવ્યો હતો.
એકસાથે બે વ્યક્તિઓ દ્વારા અંગદાન: વધુમાં જણાવ્યું હતું કે બંને બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારોને અંગોના દાનની વિષે માહિતી ઓ આપવામાં આવી હતી. બંને પરિવારોએ આ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ આપતા જ હોસ્પિટલ દ્વારા અંગદાનની પ્રકિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે બપોરે બ્રેઈનડેડ વ્યક્તિઓના પ્રત્યેકની બે કિડની અને એક લીવર એમ કુલ 4 કિડની અને 2 લીવરનું દાન લેવામાં આવ્યું હતું. સ્વ. મનોજના કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં જ્યારે સ્વ.અરવિંદના લીવર ઝાયડ્સ હોસ્પિટલ-અમદાવાદ અને કિડની આઈ.કે.ડી. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.એમ 6 અંગોના દાન થકી અન્ય 6 દર્દીઓના જીવનમાં નવા રંગો પૂરવાનું સેવાકાર્ય થયું છે.