ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ 'હાઉડી મોદી' કાર્યક્રમની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની તસ્વીર ટ્વીટ કરી હતી. જેને ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્ટીટ કરી છે. જે ટ્ટીટ બાદ ધારાસભ્ય હર્ષ સંઘવીના ફોલોઅર્સમાં વધારો થયો છે. આ ટ્ટીટના કારણે ધારાસભ્ય હર્ષ સંઘવી સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, હર્ષ સંધવી મજુરાના ધારાસભ્ય છે. હર્ષ સંઘવી 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.
![trump](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4533815_trump.jpg)