સુરતઃ શહેર સહિત ગુજરાતભરમાં ખાનગી હોસ્પિટલના 20000 થી વધુ તબીબો ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા કાયદાને લઈને આજરોજ સ્ટ્રાઈક ઉપર છે. હાઇકોર્ટના આદેશ (Private doctors strike)સામે ખાનગી હોસ્પિટલના તબીબો આજરોજ સ્ટ્રાઈક ઉપર ઉતર્યા છે. સુરત શહેરના 600થી વધુ હોસ્પિટલો અને ડોક્ટરો 3500 થી વધુ હડતાળ પર છે. જેને કારણે આજે ઈમરજન્સી અને ઓપીડી સારવાર બંધ રહેશે. હાઇકોર્ટ દ્વારા ICU સહિતની સુવિધાઓ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવનો આદેશ કરાવ્યો છે. જેને કારણે ખાનગી હોસ્પિટલના તબીબો આજે હડતાલનું( Doctors on strike)આયોજન કર્યું છે. હડતાળને પગલે સિવિલ અને સિમેર હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફનો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Quarry Operators Strike: રાજ્યના કવોરી સંચાલકો ઊતર્યા હડતાળ પર, સરકાર પાસે કરી આ માગ
હાઇકોર્ટે ઉતાવળમાં નિર્ણય લીધો - સરકારે આદેશ કર્યો છે કે, ICU ગ્રાઉન્ડ ફોલોવર (Doctors strike in Surat)પર રાખવામાં આવે પરંતુ જો Google સર્ચ કરીને જોવામાં આવે તો કોઈપણ જગ્યાએ ICU ગ્રાઉન્ડ ફોલોવર ઉપર રાખવામાં આવે તેવું જણાવવામાં આવ્યું નથી. સરકારને હાઇકોર્ટનું કારણ આપ્યું છે. તથા હાઇકોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ઉતાવળમાં લેવામાં આવ્યો છે. અમારી માગણી એમ છે કે તમે ડોક્ટરોની પેનલ બનાવી તેમની પાસે અભિપ્રાય લઈને આ નિર્ણય લેવો જાઈએ. હોસ્પિટલો સીલ કરવામાં આવે છે. એમાં હોય એવી જગ્યાએ તેમની ઉપરની શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે. એના કારણે તબીબો હેરાન પરેશાન થશે. પરંતુ સામાન્ય માણસ પણ હેરાન પરેશાન થશે.
આ પણ વાંચોઃ સિનિયર રેસિડેન્ટ તબીબો સામે સરકારની લાલ આંખ, તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ
20000 થી વધુ ડોક્ટરો સ્ટ્રાઈક પર - વધુમાં જણાવ્યું કે, ICU ગ્રાન્ટ ફ્લોર પર હશે તો તેમાં ઇન્ફેક્શનનું ચાન્સીસ વધી જશે. જેના કારણે લોકો હેરાન પરેશાન થશે. તે ઉપરાંત રૂમ GST લાગશે. આવી ઘણી બધી સમસ્યાઓ છે. અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે. કોવિડના સમય જ્યારે અમારી જરૂર હતી ત્યારે તમામ તબીબો 24 કલાક ખડે પગે રહીને લોકોની સેવા કરી છે. આ કોરોના કાળ દરમિયાન દેશના 1500 જેટલા ડોક્ટરોના મોત થયા છે. અમારી સ્ટ્રાઈક નથી અમે આ કામ બંધ રાખ્યું છે. અમે અમારી રજૂઆત સરકારને કરી રહ્યા છે. સુરત અને ગુજરાત સહિત કુલ 20000 થી વધુ ડોક્ટરો સ્ટ્રાઈક ઉપર ઉતાર્યા છે અને આમાં ઈમરજન્સી અને OPD સેવાઓનો પણ સમાવેશ કર્યો છે. આ સેવાના તબીબો પણ સ્ટ્રાઈક ઉપર છે.જેથી આજે IMA ના આદેશ અનુસાર બધી ખાનગી હોસ્પિટલોમાં ઈમરજન્સી અને OPD સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.