સુરતઃ અડાજણ મકનજી પાર્કમાં રહેતા ડૉક્ટર પ્રણવ નૂતન કુમાર વૈદ્ય નાનપુરાના એસએનએસ બિલ્ડીંગના ચોથા માળે હેપી હાર્ટ નામથી ચલાવે છે. ડૉક્ટર પ્રણવ વૈદ્ય ક્લિનિકમાં પેશન્ટને તપાસી દવા આપતા હતા તે વખતે ડીંડોલીમાં( Incident of attack in Surat )રહેતા દિલીપભાઈ આહિરે અને તેમના પુત્ર વિપુલ ક્લિનિકમાં આવીને રિસેપ્શનિસ્ટ સુનિતા બહેન સાથે 'અમારો વારો હતો ડૉક્ટર બીજા ને કેમ તપાસે છે ?' તેમ કહી તેમની સાથે બોલાચાલી કર્યા બાદ બંને પિતા-પુત્ર ડૉક્ટર પ્રણવભાઈની ચેમ્બરમાં ઘૂસી આવી તેમની સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ ગાળો ભાંડી ઉશ્કેરાઇને બંનેએ ડૉક્ટર પ્રણવને (Doctor Attacked in Surat) માર મારી 'તમે મફતના રૂપિયા લો છો' તેમ કહી, તું દવાખાનેમાંથી નીચે ઉતર હું તને જોઈ લઈશ, તારા હાથપગ તોડી નાખીશ તેવી ધમકી આપી ચાલી ગયાં હતાં.
આ પણ વાંચોઃ Crime in Surat 2022 : યુવકને પેટમાં ચાકુના ઘા મારતાં 32 ટાંકા લેવા પડ્યાં, જાણો શું બન્યું હતું
કડક કાર્યવાહીની માંગ
આ બનાવ (Doctor Attacked in Surat ) અંગે ડૉક્ટર પ્રણવ વૈદ્ય અઠવા પોલીસ મથકે (Surat Athwa Police )ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે હુમલો કરનાર એવા ડીંડોલીમાં (Dindoli area of Surat )રહેતા દિલીપ આહીર અને તેના પુત્ર વિપુલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડૉક્ટર પ્રણવ વૈદ્ય પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવા IMAની માંગ છે.
આ પણ વાંચોઃ Anti social elements in Surat: સુરતમાં અસામાજિક તત્વો બેફામ, યુવક પર લૂંટના ઇરાદે હુમલો