સુરતઃ શહેરમાં મજૂરો હવે ઓનલાઇન એપ્લીકેશન કરવાની જરૂર રહેશે નહીં. ચેકપોસ્ટ પર જઈને તેઓ પોતાના વાહન અને તમામ જાણકારી આપવાની રહેશે. ત્યારબાદ તેઓ પોતાના વતન જઈ શકશે. હાલ ETV Bharat દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા કે જેમાં અશિક્ષિત મજૂરો ઓનલાઈન એપ્લીકેશન કરવા માટે સક્ષમ નહોતા. જ્યારે હવે ઓનલાઇન એપ્લીકેશન કરવાની જરૂર રહેશે નહીં.
જોકે અત્યાર સુધી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓરિસ્સાના શ્રમિકને પરવાનગી આપવામાં આવી છે. ટૂંક સમયમાં ઉત્તરપ્રદેશ અને બિહારના શ્રમિકોને પણ સુરતથી વતન જવા માટેની પરવાનગી અપાશે. જે માટે તેઓએ થોડી ધીરજ રાખવાની રહેશે.