સુરત શહેરમાં દિવાળીના તહેવારને લઈને રંગ જામ્યો છે. લોકો ભારે ઉત્સાહ સાથે ખરીદી કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે સુરતી લાલાઓ ઈ બાઈક પર નજર નાખી છે. સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી (Diwali in Surat) અને સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે આ વખતે દિવાળીના પર્વ પર સુરતના લોકો ઇ બાઇકની લોકો ખરીદી કરી રહ્યા છે. અત્યારે સુરતમાં ઇ બાઇકની ડિમાન્ડ આટલી હદ્દે છે કે ધનતેરસ સુધીનો જ સ્ટોક અત્યારે વેપારીઓ પાસે છે. (E Bike Charging Station in Surat)
માત્ર ધનતેરસ સુધીનો સ્ટોક અત્યારે વેપારીઓ પાસે સુરતના વેપારી વિતરાંગ શાહે જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઇ બાઇકની ડિમાન્ડ ખૂબ જ વધારે છે. કારણ કે સરકાર ઇ બાઇકની ખરીદી પર સબસીડી (Demand for e bikes in Surat) આપી રહી છે. બીજી બાજુ સુરત મહાનગર પાલિકા દ્વારા અનેક સ્થળે ઇ બાઇક ચાર્જિંગ સ્ટેશન મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં આ વખતે ડિમાન્ડ આટલી છે કે સ્ટોક પણ પૂર્ણ થવાના આરે છે. માત્ર ધનતેરસ સુધીનો સ્ટોક અત્યારે વેપારીઓ પાસે છે. પર્યાવરણ લક્ષી હોવાના કારણે અત્યારે લોકો આ વહીકલની ડિમાન્ડ કરી રહ્યા છે. (Dhanteras in Surat 2022)
બે બેટરી હોવાથી એક ઘરે પણ ચાર્જ કરી શકાય ઇ વ્હીકલ ખરીદનાર ઝીલ શાહે જણાવ્યું હતું કે, અત્યારે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેના કારણે હું ઇ બાઇક ખરીદવા (Diwali shopping in Surat) આવી છું. આ પર્યાવરણને લક્ષી હોવાની સાથોસાથ મુવેબલ બેટરી ધરાવે છે. બે બેટરી હોવાથી એક ઘરે પણ ચાર્જ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, સુરતી લાલાઓ એ વસ્તુ તરફ વળે તે વસ્તુના ભુક્કા કાઢી નાખે છે, ત્યારે આ વર્ષે ઈ બાઈક તરફ વળ્યા છે. (Diwali Festival 2022 in Surat)