ETV Bharat / state

Diwali 2023 : દિવાળીના પર્વ પર સુરત ફાયર વિભાગમાં 150થી વધુ ફાયર કોલ આવ્યાં, 29 બાળકો ફટાકડાથી દાઝ્યાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2023, 3:39 PM IST

Updated : Nov 14, 2023, 4:10 PM IST

સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને દિવાળીના બે દિવસ દરમિયાન શહેરના ઘણાં વિસ્તારમાં દોડદોડ કરવી પડી છે. બે દિવસમાં સુરતમાં કુલ 150 ફાયર કોલ આવ્યાં હતાં જેમાં કુલ 29 બાળકો ફટાકડાથી દાઝ્યાં હોવાની માહિતી સામે આવી છે.

Diwali 2023 : દિવાળીના પર્વ પર સુરત ફાયર વિભાગમાં 150થી વધુ 150 ફાયર કોલ આવ્યાં, 29 બાળકો ફટાકડાથી દાઝ્યાં

સુરત : સુરત શહેરમાં ફાયર વિભાગ દિવાળી પર્વના બે દિવસ દોડતું રહ્યું છે. બે દિવસ દરમિયાન 150થી કોલ વધુ ફાયર વિભાગને મળ્યા હતાં. દિવાળીના ફટાકડા ફોડતાં કુલ 29 બાળકો દાઝયાં હતાં. પર્વત પાટિયા પાસે કાપડ યુનિટમાં લાગેલી આગમાં 4 લોકો દાઝ્યા હતાં. દિવાળીનાં બે દિવસમાં ફાયરબ્રિગેડને આગના 150 કોલ મળ્યાં હતાx. સૌથી વધુ ફાયરના 32 કોલ રાંદેર વિસ્તારમાંથી મળ્યા હતાં.

ફાયર વિભાગની સરાહનીય કામગીરી : મોરાભાગળ ખાતે ભંગારાના ગોડાઉનમાં ફટાકડાના કારણે આગ લાગતા આસપાસના ત્રણ ગોડાઉન અને 10 જેટલા ઝૂંપડાઓ તથા નજીકના મનપાના આવાસમાં ગ્રાઉન્ડ ફ્લોરથીથી લઈને ત્રણ માળ સુધી ગેલેરીના ભાગે આગની ઝાળ લાગી હતી. અલથાણના રઘુવીર સીમ્ફોનિયાના 11માં માળાના ફ્લેટમાં આગ લાગતા નાસભાસ મચી ગઇ હતી. તમામ સ્થળો પર ફાયર વિભાગની સરાહનીય કામગીરી રહી હતી.

સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે આગના કોલ એટેન્ડ કરવા અસરકારકપણે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આગના કોલ એટેન્ડ થઈ શકે તે હેતુથી કુલ -19 ફાયર સ્ટેશન ખાતે 02-02 ટીમ બનાવી આગના કોલ એટેન્ડ થઈ શકે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી હતી. વધુમાં નવા ઉમેરાયેલા વિસ્તારોમાં આગના કોલને પહોચી વળવા માટે ફાયરના વ્હીકલો સહિત સ્ટેન્ડબાય રાખવામાં આવેલા હતાં...વસંત પારેખ ( ફાયર ઓફિસર )

આગ લાગતા ટ્રાન્સફોર્મર ફાટ્યું : ફાયર વિભાગને અમુક કોલ મેજર પણ આવ્યા હતા. લિંબાયત વિસ્તારમાં ફટાકડાને લઈને કચરામાં આગ લાગતા ટ્રાન્સફોર્મર ફાટ્યું હતું, જેને પગલે લુમ્સના કારખાનામાં પણ આગ લાગતા ત્રણ સિલિન્ડર ફાટ્યા હતાં જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દિવાળીના તહેવારને લઈને શહેર વાસીઓએ ફટાકડાઓ ફોડીને તહેવારની ઉજવણી કરી હતી. જેનાથી વિપરીત ફાયર વિભાગ સુધી સુરતમાં ફટાકડાથી લાગેલી આગને ઓલવવા માટે કાર્યરત રહ્યું હતું. ફાયર સ્ટેશન ખાતે 02-02 ટીમ બનાવી શહેરભરમાં આગના ફોન કોલ પર કામ કરવામાં આવ્યું હતું.

  1. 108 Emergency : દિવાળીની ઉજવણીને લઇ 108 તૈયાર, ઇમરજન્સી કોલ અને કેસોમાં 9થી 22 ટકા જેટલો વધારો થવાની સંભાવના
  2. AMA Doctor on Call : અમદાવાદમાં દિવાળીના પાંચ દિવસ એએમએ ડોક્ટર ઓન કોલની સેવામાં જોડાયાં 52 તબીબ
  3. Diwali News: 108ને દિવાળીની રાત્રે અમદાવાદમાં ફટાકડાથી દાઝવાના સૌથી વધુ કોલ્સ આવ્યા

Last Updated : Nov 14, 2023, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.