- ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું વિતરણ
- જિલ્લામાં દિવ્યાંગ વ્યક્તિઓ, ગંગા સ્વરૂપા અને વૃદ્ધાવસ્થા પેન્શન મેળવતા વડીલોને યોજના હેઠળ અનાજ મળશે
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેશોદથી વીડિયો કોન્ફોરેન્સથી સંબોધન કર્યું
બારડોલી: બુધવારના રોજ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈને ભૂખ્યા સૂવું ન પડે તેવા સંકલ્પ સાથે મુખ્યપ્રધાન રાજ્યના 10 લાખ કુટુંબોના 50 લાખની જનસંખ્યાને આવરી લેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓ, ગંગાસ્વરૂપા માતા બહેનો, વૃદ્ધાવસ્થા પેન્શન મેળવતા વડીલોને આ યોજના હેઠળ હવે અનાજ મળશે.
રોજનું કમાઈ રોજ ખાનારા જરૂરિયાતમંદોને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ અપાશે
આ ઉપરાંત સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિઓને વ્યક્તિગત એન.એફ.એસ.એ. કાર્ડ આપી લાભ આપશે. નગર-શહેરો અને ગામોમાં વસતા રીક્ષા- છકડો-મીની ટેમ્પો જેવા થ્રી-વ્હીલ વાહનો ચલાવનારા એવા રોજનું કમાઈને રોજ ખાનારા અને પરિવારનું ગુજરાન ચલાવનારા વાહન ચાલકોને પણ રાહત દરે જરૂરિયાતમંદોને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવશે. રાજ્યના લાખો જરૂરિયાતમંદોને લોકડાઉન દરમ્યાન નિરાધાર, પરપ્રાંતીય લોકોને અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હોવાનું પ્રધાને જણાવ્યું હતું.
બારડોલીના 1.16 લાખ લાભાર્થીઓને અનાજનો લાભ મળશે
બારડોલી તાલુકામાં યોજનાનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, આ એન.એફ.એસ.એ. હેઠળ બી.પી.એલ.ના 11630 કુટુંબોના 62 હજાર સભ્યો, અંત્યોદય યોજના હેઠળના 4334 પરિવારોને 21 હજાર 298 સભ્યો, એ.પી.એલ.ના 6127 કુટુંબોના 31 હજાર 892 મળી કુલ 22091 પરિવારોના 1.16 લાખ લાભાર્થીઓને અનાજનો લાભ આપવામાં આવશે.
ગંગાસ્વરૂપા બહેનોને પણ એન.એફ.એસ.એ.નો લાભ મળશે
વધુમાં પ્રધાને જણાવ્યું કે, નિરાધાર ગંગાસ્વરૂપા માતા માતા બહેનો જે મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા અપાતું ગંગા સ્વરૂપા વિધવા સહાય પેન્શન મેળવે છે તેવી માતાઓ બહેનોને તેમજ સરકાર માન્ય સંસ્થાઓમાં વસ્તી ગંગાસ્વરૂપા બહેનોને એન.એફ.એસ.એ.નો લાભ આપવામાં આવશે.
મુખ્યપ્રધાને કેશોદથી વીડિયો કોન્ફેરેન્સના માધ્યમથી કર્યું સંબોધન
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને વિજય રૂપાણીએ કેશોદ ખાતેથી વીડિયો કોન્ફોરેન્સના માધ્યમથી સૌ લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી વી.એન.રબારી, મામલતદાર જિજ્ઞા પરમાર, તાલુકા વિકાસ અધિકારી, અગ્રણી ભાવેશ પટેલ, અજિત સુરમા સહિતના આગેવાનો અને લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.
બારડોલીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ રેશનકાર્ડના હુકમોનું વિતરણ - રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો
રાજ્યમાં વિવિધ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો - 2013ની જોગવાઈઓ અનુસાર રાજ્યમાં 10 લાખથી કુટુંબોની 50 લાખની જનસંખ્યાને એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારક હેઠળ આવરી લેવાના સંકલ્પ સાથે બારડોલી તાલુકાના નવા આવરી લેવાયેલા જરૂરિયાતમંદોને સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
df