સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં રહેતા એક રિક્ષા ચાલકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, નવા ટ્રાફિક નિયમોથી ત્રાસીને આત્મહત્યા કરી રહ્યો છું. આત્મહત્યા પૂર્વે રીક્ષા ચાલકે એક ચિઠ્ઠી લખી છે. સ્યુસાઇડ નોટમાં PM મોદીને અને નવા કાયદાને પોતાના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે.
65 વર્ષીય સરફરાઝ શેખ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ટ્રાફિક પોલીસ 500 રૂપિયા સુધીનો દંડ ફટકારતા હોવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. રિક્ષા વેચી અંતિમ ક્રિયા કરવા પરિવારને અપીલ કરી છે.
રૂમના કબાટ ઉપર સ્યુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ લીધો છે. જ્યારે આત્મહત્યા કરી ત્યારે મૃતકની પત્ની અને છોકરી દરગાહ પર ગયા હતા. સમગ્ર ઘટના બાબતે અઠવા લાઇન્સ પોલીસે તપાસ હાથ ધરી છે.