સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામના મંદિર નજીકથી ગૌ વંશ મળી આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. શ્રાવણનો સોમવાર અને તેજ દિવસે આવું કૃત્ય બહાર આવતા ગ્રામજનોએ પ્રાંત અધિકાર ને આવેદન પણ આપ્યું હતું . હિન્દૂ ધર્મની લાગણી દુભાવવા પાછળ ગામના જ કસાઈ ઈરફાન મોહમ્મદ અન્સારીનું નામ બહાર આવ્યું હતું. જેથી આવેદન દ્વારા ઇરફાનને કડકમાં કડક સજા કરવામાં આવે એવી પણ માગ કરવામાં આવી હતી .
ત્યાર બાદ પણ સતત બે દિવસ સુધી સરપંચના ઘર નજીક માંસ ભરેલ બેગ કોઈ ફેંકવામાં આવ્યું હતું .વાંકાનેર ગામની ખાડીમાં પાણી ઓસરતાં ગૌ વંશ બહાર આવ્યા હતા. મધરાત્રે લોકોએ મસ્જિદ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેથી સવારથી પોલીસ પણ દોડતી થઇ હતી. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. ગામના મુખ્ય બજાર, મસ્જિદ સહિતના વિસ્તારોમાં પોલીસનો કાફલો તેનાત કરવામાં આવ્યો છે. હાલ ગામમાં શાંતિના માહોલ સાથે સુનકાર વ્યાપી ગયો છે.