સુરત : DRIએ બે જુદા જુદા ઓપરેશનમાં 91 લાખની (DRI operations in Surat) સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્ટમ ડ્યુટીના ભરવી પડે આ માટે મ્યાનમાર બોર્ડરથી લાખો રૂપિયાની સિગારેટ સ્મગલિંગથી સુરત લવાયો હતો. બંને કેસમાં અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. અગાઉ કેટલો જથ્થો આવ્યો તેની પૂછપરછ ચાલુ છે. અધિકારીઓએ 198 ઈ સિગારેટ પણ ઝડપી પાડી હતી. (91 lakh cigarette smuggling in Surat)
75 લાખ રૂપિયાની 3.50 લાખ નંગ સિગારેટના વિવિધ ફ્લેવર વિદેશથી મંગાવવા હોય તો સો ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે. આ ડ્યુટી ભરવી ન પડે એ માટે કેટલાક આરોપીઓ સ્મગલિંગ વડે સિગારેટ સુરતમાં મંગાવે છે. આ અંગેની જાણકારી DRIના અધિકારીઓને (Myanmar cigarettes came to Surat) થઈ હતી અને ત્યારબાદ ખાસ બે ઓપરેશન હાથ ધર્યું હતું. ભાગા તળાવ ખાતેની માચીસ વાલા માર્કેટમાં જકરિયાની શોપ પર દરોડા કરાયા હતા. જ્યાં સ્મગલિંગ મારફત મંગાવાયેલી 75 લાખ રૂપિયાની 3.50 લાખ નંગ જેટલી સિગારેટ જપ્ત કરાઈ હતી. જ્યારે અન્ય એક ઓપરેશનમાં રેલવેના પાર્સલ વિભાગમાંથી 16 લાખની સિગારેટનો જથ્થો ઝડપી પડાયો હતો. (Imported cigarette quantity in Surat)
સિગારેટ તો 20 રૂપિયાની એક વેચાય છે હાલ જકરિયા માચીસવાલાનું નામ સમગ્ર રેકેટમાં સામે આવ્યું છે. લોકલ માર્કેટમાં આવી સિગારેટ તો 20 રૂપિયાની એક વેચાય છે. આ સિગારેટ શહેરના જુદા-જુદા વિસ્તારમાં મોકલવામાં આવનાર હતી. આ સમગ્ર મામલે DRIના અધિકારીએ જણાવ્યું હતું કે, આ સિગારેટ કોરિયાથી મ્યાનમાર પહોંચી હતી અને મ્યાનમારથી સીમા મારફત પશ્ચિમ બંગાળ અને ત્યાંથી સુરત આવી હતી. (cigarettes quantity seize in Surat)