ETV Bharat / state

તક્ષશિલા અગ્નિકાંડઃ ટ્યૂશન કલાસ ઉભું કરનાર માલિક દિનેશ વેકરીયાની ધરપકડ

સરથાણા વિસ્તારમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં વધુ એક આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી છે. આગની આ ઘટનામાં તંત્રના પાપે બાવીસ જેટલા માસુમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યાં સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં કુલ 13 જેટલા આરોપીઓની અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

aa
તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં ટ્યુશન કલાસ ઉભું કરનાર માલિક દિનેશ વેકરીયાની ધરપકડ
author img

By

Published : Feb 12, 2020, 12:23 PM IST

સુરતઃ દેશભરમાં હચમચાવનાર સુરતની સરથાણા વિસ્તારમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડ ઘટનાએ સૌ કોઈના રુવાટા ઊભા કરી દીધા હતા. તંત્રના અધિકારીઓના પાપે અને બિલ્ડરની બેદરકારીના કારણે 22 જેટલા માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી અને આગના સમયે કોઈ પણ જગ્યાએથી નીકળવાનો રસ્તોના બચતા નાના ભૂલકાઓ સહિત માસૂમ બાળકો આગમાં હોમાય જતા કરુણમોત થયા હતા.

તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં ટ્યુશન કલાસ ઉભું કરનાર માલિક દિનેશ વેકરીયાની ધરપકડ

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ,DGVCL તેમજ બિલ્ડરના પાપે 22 જેટલા પરિવારોના ઘરના ચિરાગ હંમેશા માટે બુજાય ગયા હતા. ઘટના બાદ સરથાણા પોલીસ મથકમાં ફાયર વિભાગ,DGVCL , બિલ્ડર સહિત કુલ 13 લોકો સામે ગુનો નોંધાયો હતો. જ્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગ્નિકાંડનીઆ ઘટનામાં મનપાના કાર્યપાલક ઈજનેર, ફાયરના ડેપ્યુટી ચીફ તેમજ ફાયર ઓફિસર ઉપરાંત બિલ્ડર અને ,DGVCLના અધિકારીઓની ધરપકડ કરી હતી. જ્યાં બાદમાં વધુ એક કલમનો ઉમેરો કરી તક્ષશિલા આરકેડમાં સ્માર્ટ સ્ટુડિયો ટ્યુશન કલાસ ઉભું કરનાર માલિક દિનેશ વેકરીયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતોં.

ટ્યુશનના માલિક પોલીસ પકડથી બચવા નાસતો ફરતો ફરી રહ્યો હતો. જો કે, મળેલ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે દિનેશ વેકરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.