સુરત: ડાયમંડ બ્રોકર એસોસિયેશન દ્વારા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ વિરડીયાએ જણાવ્યું હતું કે, જ્યારે વરાછાના માનગઢ ચોક ખાતે આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી અને તેમના પુત્ર પ્રકાશ કાનાણીની જોડે થયેલી ગેરવર્તણૂક બિલકુલ ચલાવી લેવાય તેમ નથી. એક આરોગ્ય પ્રધાન સાથે આ પ્રકારનું વર્તન અયોગ્ય છે.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનના પુત્રએ જો કોઈ ગુનાનો ભંગ કર્યો હતો, તો તેની સામે દંડ અથવા યોગ્ય કાર્યવાહી કરવી જોઈતી હતી, પરંતુ કોઈ ગુનેગાર હોય તેમ અભદ્ર ભાષા અને વાણી વિલાસનો પ્રયોગ કરી ગેરવર્તન કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે બજારમાં વેપારી, ડાયમંડ. બ્રોકરો,કારખાનેદાર ઓફિસ સ્ટાફ અને મેન્યુફેક્ચરિંગ કરતા મિત્રો સહિત ધંધા-રોજગાર કરવા આવતા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા વ્યક્તિ નથી. જેથી તેમની સાથે ઘણીવાર ગુનેગાર જેવું વર્તન કરવું તે ક્યારેય ચલાવી લેવાઇ નહીં.
આમ, સુરત ડાયમંડ બ્રોકર એસોસિયેશન દ્વારા પોતાના સ્વાર્થ અને સસ્તી પ્રસિદ્ધિ માટે આવું વર્તન કરતા પોલીસ કર્મચારીઓને હીરા બજાર અને કારખાના યુનિટો નજીક ફરજ પર ન મૂકવાની વિનંતી સાથે શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.