સુરતઃ રશિયા અને યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ(Tensions between Ukraine and Russia) છે તેની અસર વિશ્વના અનેક બજારો ઉપર સ્પષ્ટ જોવા મળી રહી છે. રશિયામાં રફ ડાયમંડના માઇન્સ છે. આવી પરિસ્થિતિના કારણે રફ ડાયમંડના ભાવમાં વધારો થયો છે. બીજી બાજુ સોનાના ભાવ પણ વધતા સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં ઉત્પાદન કાપવામાં આવી રહ્યું છે. લાઇટ જ્વેલરીમાં ઉપયોગમાં(Diamond Market surat) લેવાતા નાના રફ ડાયમંડની કિંમત પાંચ મહિનામાં 60 ટકા જેટલી વધી જતાં સુરતના 450 જ્વેલરી મેન્યુફેકચર્સને 40 ટકા ઉત્પાદન કાપ મૂકવો પડયો છે. નાના અને મધ્યમ હરોળના કારખાનેદારોએ રો મટીરીયલ મોંઘું થતાં નવા ઓર્ડર લેવાનું બંધ કર્યું છે. કારણ કે જોબવર્ક પર કામ કરવા માંગતા જ્વેલર્સ રો મટીરીયલના વધેલા ભાવના પ્રમાણે મજૂરી ચૂકવવા તૈયાર નથી.
કોરોનાની ત્રીજી લહેર વિકટ રહેતા રફ ડાયમંડનું ઉત્પાદન ઓછું
તો બીજી બાજુ કેટલાક જોબ વર્ક જે ભાવે ઓર્ડર( Rough diamond production )લીધો તે પછી રફ અને સોનાના ભાવ વધી જતાં શાખ બચાવવા ખોટ વેઠવાનો વારો આવ્યો હતો. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કહે છે કે હીરાની ખાણો જે દેશોમાં આવી છે ત્યાં પહેલા કોરોનાની ત્રીજી લહેર (third wave of the corona)વિકટ રહેતા રફ ડાયમંડનું ઉત્પાદન ઓછું રહેતા શોર્ટેજ ઊભી(Depression in Surat jewelery manufacturing industry)થઈ છે. બીજી બાજુ યુક્રેન અને રશિયાની પરિસ્થિતિ પણ જવાબદાર છે. જ્યારે પોલિશ્ડ ડાયમંડના ભાવ ક્વોલિટી પ્રમાણે 10થી 20 ટકા જ વધ્યા છે. એટલે ડિમાન્ડને સપ્લાયમાં મોટો ગેપ સર્જાયો છે. ફેબ્રુઆરી માસમાં આ સેક્ટરમાં જે તેજી જોવા મળતી હતી તે આ વર્ષે જોવા મળી નથી.
આ પણ વાંચોઃ પ્રથમવાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન રિયો ટીન્ટોના રફ ડાયમંડની ટ્રાયલ શિપમેન્ટ કરવામાં આવી
રફ ડાયમંડ માટે રશિયા મોટું સપ્લાયર
સુરતની વાત કરવામાં આવે તો વર્ષે 7,000 થી 8,000 કરોડની જ્વેલરી તૈયાર થાય છે. ખાસ કરીને ઉત્તર - દક્ષિણ ભારતની ડોમેસ્ટિક માર્કેટમાં તેની ડિમાન્ડ રહે છે. આ ઉપરાંત દુબઈ, હોંગકોંગ, ચીન અને અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવે છે. પરંતુ હાલ યુક્રેન અને રશિયાની પરિસ્થિતિ પણ આ ઉદ્યોગમાં મંદી માટે જવાબદાર છે. આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની પરિસ્થિતિ દરેક બજારને અસર કરી છે. રફ ડાયમંડ માટે રશિયા મોટું સપ્લાયર છે રફ ડાયમંડના ભાવમાં વધારો થયો છે જેના કારણે વેપારીઓ ખરીદી કરી રહ્યાં નથી.
આ પણ વાંચોઃ Rough Diamond Trading Surat: સરકાર જાહેરાત કરીને ભૂલી ગઈ! રફ હીરાની ખરીદી માટે વેપારીઓએ દર મહિને ચૂકવવા પડે છે 100 કરોડ