ETV Bharat / state

સુરત APMC બંધ કરાવવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત - Announcement of closure of India

કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યુ હતું. સુરતમાં તેની અસર નહિવત જોવા મળી રહી છે. તેમ છતાં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ APMC માર્કેટ બંધ કરાવવા પહોંચ્યા હતા. જેના પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

સુરત APMC બંધ કરાવવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત

author img

By

Published : Dec 8, 2020, 12:27 PM IST

  • કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન
  • સુરતમાં તેની અસર નહિવત અસર જોવા મળી રહી છે
  • APMC માર્કેટ બંધ કરવા પહોંચેલા કાર્યકર્તાઓની અટકાયત

સુરતઃ કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યુ હતું. સુરતમાં તેની અસર નહિવત જોવા મળી રહી છે. તેમ છતાં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ વહેલી સવારે APMC માર્કેટ બંધ કરાવવા પહોંચ્યા હતા. આશરે 10 જેટલા વહેલી સવારે APMC માર્કેટ બંધ કરાવવા પહોંચ્યા હતા.

ખેડૂત આગેવાનોની અટકાયત

ખેડૂત કાયદાને લઈ દેશભરમાં આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત ખેડૂત સમાજ પણ ટેકો જાહેર કર્યો હતો પરંતુ સુરત પોલીસે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલની અટકાયત કરી હતી. સુરત કોંગ્રેસે પણ ટેકો જાહેર કર્યો હતો અને વહેલી સવારે APMC માર્કેટ ખાતે કોંગ્રેસના કોર્પોરેટર સહિત કાર્યકર્તાઓ APMC માર્કેટ બંધ કરાવવા પહોંચ્યા હતા. જ્યાં ચાપતો પોલીસ બંદોબસ્ત અને તમામની અટકાયત કરવામાં આવી હતી.

સુરત APMC બંધ કરાવવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત

બંધ એલાનની સુરતમાં નહિવત અસર

કોંગ્રેસના એકલદોકલ કાર્યકર્તા આવી પહોંચ્યા હતા. જેને ડીટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. કોંગ્રેસના મોટા નેતાઓને ઘરમાં જ નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. ગુજરાતના અનેક સંગઠનો અને કોંગ્રેસ દ્વારા જે બંધનુ એલાન કરવામાં આવ્યું હતું. તેની અસર સુરતમાં જોવા મળી ન હોતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.