- સુરતના ખજોદના ડાયમંડ બુર્સમાં થયેલા કથિત ભષ્ટ્રાચાર
- AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયાની અટકાયત
- અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા
સુરત : શહેરના ખજોદના ડાયમંડ બુર્સમાં થયેલા કથિત ભષ્ટ્રાચાર બાબતે મહિઘરપુરા હીરાબજારમાં ડાયમંડ વેપારીઓની રજુઆત સાંભળવા ગયેલા AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયાની અટકાયત કરવામાં આવી છે.જેની જાણકારી પોતે ગોપાલ ઇટાળીયાએ ટ્વિટર પર આપી હતી. જેણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી ભાજપ અને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા
બેરહેમીથી ટીંગાટોળી કરીને રીક્ષામાં નાખીને પોલીસ સ્ટેશન લઈ
ઇટલીયા એ વધુમાં જણાવ્યું હતું કે આ દરમ્યાન કૌભાંડી ભાજપના ઈશારે પોલીસે ગોપાલ ઇટાળીયાને કોઈપણ વેપારીને મળવા દીધા ન હતા. તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કક્ષાના જાહેર જીવનના વ્યક્તિને આ બેરહેમીથી ટીંગાટોળી કરીને રીક્ષામાં નાખીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.ખજોદ ડાયમંડ બુર્સ કૌભાંડ કરનારાઓ સત્તાનો ગમે તેટલો દૂર ઉપયોગ કરી લે, પરંતુ હીરાના નાના વેપારીઓ અને સુરતની જનતાનો અવાજ બનતી આમ આદમી પાર્ટીને રોકી નહિ શકે.
આ અંગે ઇટાલીયાએ ટ્વિટ કરી જાણકારી આપી હતી. જેણે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રિટ્વિટ કરી કહ્યું હતું કે, અત્યારસુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ મળીને ફ્રેન્ડલી રાજકારણ રમતા હતા.પરંતુ હવે તેમણે ચેલેન્જ આપનાર આવી ગયા છે. આ ભાજપની પોલીસ છે. હાલ ગોપાલ ઇટાળીયા સહિતના કાર્યકરો વિરુઘ્ઘ મહિઘરપુરા પોલીસ દ્વારા જાહેરનામાં ભંગનો ગુનો નોઘવામાં આવ્યો છે.