ETV Bharat / state

સંક્રમિત હોવા છતાં આ ડૉક્ટર કરી રહ્યા હતા કોરોના દર્દીઓની સારવાર

એક વર્ષથી કોરોના સંક્રમણના કારણે દેશ અનેક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે ત્યારે છેલ્લા એક વર્ષથી ડૉક્ટરો દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. એવા જ એક ડૉક્ટર સુરતના રાજન કથીરિયા જેઓ દર્દીઓની સારવાર દરમિયાન સંક્રમિત થયા હતા.સરકારી હોસ્પિટલમાં જ દાખલ થઈ પોતાની સારવાર દરમિયાન જ અન્ય દર્દીઓની સારવાર કરતા રહ્યા હતા.

કોરોના સંક્રમિત હોવા છતાં આ ડૉક્ટર દર્દીઓની કરી રહ્યા છે સારવાર

author img

By

Published : Mar 27, 2021, 10:44 PM IST

Updated : Mar 27, 2021, 10:49 PM IST

  • કોરોના દર્દીની સારવાર દરમિયાન થયા હતા સંક્રમિત ડૉ.રાજન કથીરિયા
  • સંક્રમિત હોવા છતાં કરી રહ્યા હતા દર્દીઓની સારવાર
  • ડૉ.રાજન કથીરિયાએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો

સુરતઃ દેશમાં કોરોના જેવી જીવલેણ વાઇરસની એન્ટ્રી થઈ છે, ત્યારે પોતાના પરિજનોથી દૂર રહી ડૉક્ટરોએ લોકોની સેવા કરી રહ્યા છે. આવાજ સુરતના એક ડૉક્ટર પોતે પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. જેઓ કોરોના દર્દીઓની સારવાર કરતા કરતા પોતે કોરોના સંક્રમિત થયા અને સરકારી હોસ્પિટલમાં જ દાખલ થઈ પોતાની સારવાર દરમિયાન જ અન્ય દર્દીઓની સારવાર કરતા રહ્યા હતા.

કોરોના સંક્રમિત હોવા છતાં આ ડૉક્ટર દર્દીઓની કરી રહ્યા છે સારવાર
કોરોના સંક્રમિત હોવા છતાં આ ડૉક્ટર દર્દીઓની કરી રહ્યા છે સારવાર

સુરતના રાજન કથીરિયા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ

એક વર્ષથી કોરોના સંક્રમણના કારણે દેશ અનેક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે પરંતુ ડૉક્ટરો અને ફ્રન્ટલાઈન વર્કરના કારણે સ્થિતિ હંમેશાથી કાબૂમાં રહી છે. પોતાના પરિવારની ચિંતા કર્યા વગર છેલ્લા એક વર્ષથી ડૉક્ટરો દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. એવા જ એક ડૉક્ટર સુરતના રાજન કથીરિયા છે. તેઓ એમડી મેડિકલ ફિઝિશિયન છે અને સાથો સાથ સુરતના સિવિલ હોસ્પિટલમાં સહ અધ્યાપક પણ છે. જ્યારે પ્રથમવાર કોરોના સંક્રમણ સુરતમાં પીક પર હતું, ત્યારે તેઓએ હજારોની સંખ્યામાં કોરોના દર્દીઓની સારવાર કરી હતી અને તે દરમિયાન તેઓ પોતે પણ કોરોના પોઝિટિવ થયા હતા પરંતુ કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ સારવાર લેવાને બદલે તેઓ જ્યાં અત્યાર સુધી કોરોના દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. તે જ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો હતો.

સારવાર દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ થયા હતા

ડૉક્ટર રાજને જણાવ્યું હતું કે, સુરતમાં વર્ષ 2020ના જૂન,જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કોરોના સંક્રમણ સૌથી વધારે હતું. તે દરમિયાન હજારોની સંખ્યામાં આવતા દર્દીઓની સારવાર ડૉક્ટર દ્વારા કરવામાં આવી રહી હતી. સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હતા. તેમની સારવાર દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ થયા હતા. કોરોનાની સારવાર લેવા માટે તેઓ સિવિલ હોસ્પિટલમાં જ દાખલ થયા હતા પરંતુ વૉર્ડમાં ગંભીર સ્થિતિના દર્દીઓને જોઈ તેઓ રહી શક્યા ન હોતા. એક તરફ તેમની સારવાર ચાલી રહી હતી અને બીજી બાજુ તેઓ પીપીઈ કીટ પહેરીને વૉર્ડમાં દાખલ કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા.

કોઈ પણ ડૉક્ટર પોતાના દર્દીઓને ગંભીર હાલતમાં જોઈ શકે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ ડૉક્ટર પોતાના દર્દીઓને ગંભીર હાલતમાં જોઈ શકે નહિ. આ જ કારણ છે કે તેઓએ પોતાની સારવાર દરમિયાન વૉર્ડમાં દાખલ થયેલા તમામ દર્દીઓની સારવાર કરતા રહ્યા હતા. હાલ ફરીથી સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે તેઓએ જણાવ્યું છે કે, પરિવારના તમામ સભ્યો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. તેથી ખૂબ કાળજી લેવાની જરૂર છે અને શહેરીજનોને કોરોનાથી બચવા માટે વેક્સિનેશન લે તે પણ ખૂબ જ અગત્યનું છે.

Last Updated : Mar 27, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.