ETV Bharat / state

હીરા ઉદ્યોગમાં મંદીનો માર, મેનેજર ચા વેચવા મજબૂર - બેરોજગારી

સુરત: હીરા ઉધોગના હીરાની ચમક ઘટતી રહી છે. અત્યાર સુધી તેની જાણકારી રત્નકલાકારની આત્મહત્યાથી મળતી હતી.પરંતુ હિરામાં મંદીની મારની સાબિતી આ કેન્ટીન પરથી પણ મળી શકે છે. એક સમયે હીરા ફેકટરીના એસી ચેમ્બરમાં લાખો રૂપિયાના હીરાની સંભાળ રાખનાર મેનેજર મંદીનો ભોગ બન્યા છે. હિરાનું કામ મળતુ બંધ થઈ જતાં આ યુવાને ચા ની કેન્ટીન શરુ કરવી પડી. મોટાભાગે બેકારીમાં રત્નકલાકારના આપઘાતના સમાચાર મળે છે. પરંતુ નાસીપાસ થવાના બદલે આ રત્નકલાકારે નવી શરુઆત કરી તે અન્ય રત્ન કલાકારો માટે પ્રેરણારુપ અને અનુકરણીય છે.

હીરા ઉદ્યોગમાં મંદીનો માર, મેનેજર ચા વેચવા મજબૂર
author img

By

Published : Aug 18, 2019, 5:13 AM IST

સુરતના સરથાણા વિસ્તારમાં ચા ની લારી ચલાવનાર જીતેન્દ્ર ભાવેસિયા મૂળ ભાવનગરના વતની છે. વર્ષ 1990માં સુરત રોજગારની શોધમાં આવ્યા હતા. 1991 રત્નકલાકાર તરીકે નૌકરી શરૂ કરી અને હીરાને ચમકવાની કલા હસ્તગત કરી લીધી. મહેનત અને નિષ્ઠાથી જીતેન્દ્ર હીરા ફેકટરીમાં મેનેજરની પોસ્ટ સુધી પહોંચ્યો હતો. એસી ચેમ્બરમાં લાખો રૂપિયાની હીરાની સંભાળ કરી માલિકને આર્થિક લાભ કરાવનાર અને 30 હજાર પગાર ધરાવતો જીતેન્દ્રને અચાનક જ ફેકટરીમાં આવવાની ના પાડી દેવાઈ. કારણ કે હાલ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ છે. અચાનક જ નોકરી જતી રહેતા જીતેન્દ્ર સ્તબ્ધ થઈ ગયો. શું કરવું તેની સમજ ન પડી. થોડુ વિચાર્યા બાદ નાસીપાસ થયા પછી તેણે જીવનની ફરી શરુઆત કરવાનો વિચાર કર્યો. મંદીની મહામારી વચ્ચે એસીમાં બેસનાર જીતેન્દ્ર ચાની લારી ચલાવી ગુજરાન ચલાવી રહ્યો છે.

જે હાથે હીરાને ચમક આપી હતી ત્યાં આજે કટિંગ ચા બનાવી રહ્યો છે. હાલ આ કામ જીતેન્દ્ર માટે અઘરું છે પરંતુ જીતેન્દ્ર માની રહ્યો છે કે થોડાક દિવસમાં પરિસ્થિતિ સારી થઈ જશે. હીરા ઉદ્યોગ સાથે 20 વર્ષ સુધી સંકળાયેલા જીતેન્દ્ર માટે ચાની લારી ચલાવવી કઠીન છે. પરંતુ તેણે મહેનત કરવાનું નક્કી કરી લીધું છે. જીતેન્દ્રના પરિવારમાં ચાર સભ્યો છે. તમામની જવાબદારી જીતેન્દ્ન પર છે.

છેલ્લા 3 મહિનામાં જ આશરે 7 હીરાના કારીગરોએ આત્મહત્યા કરી લીધી છે. તો અમૂકે ચા ની લારી કે અન્ય ધંધામાં ઝંપલાવી દીધું છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે એક હજાર કરોડનો વેપાર ઓછો થયો છે. અન્ય દેશોમા રફ ડાયમંડની આયાતમા ઘટાડાની સાથે પોલિશ્ડ ડાયમંડની નિકાસમા પણ ઘટાડો જોવા મળ્યો હતો. સુરતના હીરાની ચમક સમગ્ર દેશ સહિત દુનિયામા જાણીતી છે. જોકે છેલ્લા બે વર્ષમાં જે રીતે એક પછી એક ઉઠામણાં સામે આવી રહ્યા છે. જેના કારણે હીરા બજારની સ્થિતિ અંત્યત નાજુક બની છે. ડાયમંડ ટ્રેંડ પણ ગત વર્ષની સરખામણીમા બદલાયો છે. ગત્ત વર્ષની સરખામણીમા ચાલુ વર્ષે આયાતમાં ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિ માટે મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે. જેમા ઇન્ટરનેશનલ માર્કેટમાં અમેરિકા દ્વારા ટ્રેડ વોર શરુ કરવામા આવ્યો છે તે અગ્રેસર છે. તેને કારણે ડોલર સામે રુપિયામા 20 ટકાનો ઘટાડો નોંઘાતા પોલિશ્ડ ડાયમંડની માંગમા ઘટાડો નોંધાયો છે.

હીરા ઉદ્યોગમાં મંદીનો માર, મેનેજર ચા વેચવા મજબૂર
બીજું કારણ, જે રીતે એક પછી એક હીરાબજારમા કરોડો રુપિયાના ઉઠામણા છેલ્લા બે વર્ષમા થયા છે તેને કારણે હીરાબજારમા વિશ્વાસનો પાયો ડગમગી ગયો છે. બેંક દ્વારા આપવામા આવતી લોન પર કાપ મૂકાયો છે. તો સાથોસાથ જે વેપારીઓએ બેંક પાસેથી લોન લીધી હતી, તેમની પાસે બેંક દ્વારા તાત્કાલિક ધોરણે 20 ટકા લોન વસૂલી કાઢી છે. જેને કારણે હીરાના કારખાનેદારો દ્વારા લિમિટેડ સ્ટોક રાખવા મજબૂર બન્યા છે. ત્રીજું કારણ એ છે કે, ડોમેસ્ટિક માર્કેટમાં 5 ટકા લેબર GST વસૂલવામા આવે છે. જેથી મોટાભાગના કારખાનેદાર દ્વારા દિવાળી પછી કામ ઓછું કરવા લાગ્યા હતા. 800થી એક હજાર કરોડનું વર્કિગ કેપિટલ લોક થઇ જવા પામ્યું છે. હીરા ઉદ્યોગમાં તેજી-મંદી ચાલ્યા કરતી હોય છે, પરંતુ 2008માં હીરા ઉદ્યોગે ઘણો કપરો સમય જોયો હતો. રોજ 10 કલાક ચાલતા ડાયમંડ યુનિટ્સ ત્યાર પછી આઠ કલાક કામ કરતા થઈ ગયા. 2008 પછી ડાયમંડ ઈન્ડસ્ટ્રીની પહેલા જેવી જાહોજલાલી પરત નથી આવી.આ વખતની મંદી પડતા પર પાટું વાગવા જેવી છે. અને રોજના રોજગારી નો અંક વધતો જાય છે. સુરત રત્નકલાકાર એસોસિએશન મુજબ આશરે 15 હજાર રત્નકલાકારો બેરોજગાર થયા છે. પરંતુ તેમની પાસે માત્ર 10 ટકા કારોગરો મદદ માટે આવે છે.જો કે હીરા બજારમાં ઉઠેલી મંદીની ફરિયાદ ખાસ રત્નકલાકારો માટે સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે. જ્યાં પરિસ્થિતિ સુધરે તો રત્નકલાકારોની હાલત સુધરે તેવો આશાવાદ પણ વ્યક્ત કરાયો છે.

Intro:સુરત : હીરા ઉધોગના હીરા ની ચમક ઘટતી જતી હોય તેવુ લાગી રહ્યુ છે. એક સમયે હીરા ફેકટરીના એસી ચેમ્બરમાં લાખો રૂપિયાના હીરાની સંભાળ પોતાના હાથોથી કરનાર મેનેજર આજે પોતાના હાથે કટિંગ ચાહ બનાવી વેચાણ કરી ગુજરાણ ચલાવી રહ્યા છે. સુરત રત્નકલાકાર એસોસિએશનના એક અંદાઝ પ્રમાણે 15 હજાર જેટલા રત્નકલાકારો હમણાં સુધી બેરોજગાર થયા છે...

Body:સુરતના સરથાણા વિસ્તારોમાં ચાહ ની લારી ચલાવનાર ભાવેસિયા જીતેન્દ્ર અર્જુન ભાઈ મૂળ ભાવનગરના વતની છે અને વર્ષ 1990માં સુરત રોજગારની તલાશમાં આવ્યા હતા..વર્ષ 1991 રત્નકલાકાર તરીકે નૌકરી શરૂ કરી હતી અને હાથમાં હીરાને ચમકવાની હુન્નર ના  કારણે જીતેન્દ્ર હીરા ફેકટરીમાં મેનેજર બની ગયો.. એસી ચેમ્બરમાં લાખો રૂપિયાની હીરાની સંભાળ કરી માલિકને આર્થિક લાભ કરાવનાર અને 30 હજાર પગાર ધરાવતો જીતેન્દ્રને અચાનક જ ફેકટરીમાં આવવાની ના પાડી દેવામાં આવી હતી.કારણ કે હાલ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ છે..આજે એસીમાં બેસનાર જીતેન્દ્ર ચાહ ની લારી ચલાવી ગુજરાણ ચલાવી રહ્યો છે.. જે હાથે હીરાને ચમક આપી હતી ત્યાં આજે કટિંગ ચા આપી રહ્યા છે..હાલ આ કામ જીતેન્દ્ર માટે અઘરું છે પરંતુ જીતેન્દ્ર માની રહ્યો છે કે થોડાક દિવસમાં પરિસ્થિતિ સારી થઈ જશે..હીરા ઉદ્યોગ સાથે 20 વર્ષ સુધી સનકડાયેલા જીતેન્દ્ર માટે ચાની લારી ચલાવી એ અઘરું હોય છે..જીતેન્દ્રના પરિવારમાં ચાર સભ્યો છે અને તેમના સભ્યોનું ગુજરાન ચલાવવા માટે આ ચાની લારી તેણે શરૂ કરી છે.

છેલ્લા 3 મહિના માં જ આશરે 7 હીરા ના કારીગરોએ આત્મહત્યા કરી લીધી છે તો અમૂકે ચા ની લારી કે અન્ય ધંધા માં ઝંપલાવી દીધું છે.ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે એક હજાર કરોડનો વેપાર ઓછો જોવા મળ્યો છે. અન્ય દેશોમા રફ ડાયમંડની આયાતમા ઘટાડાની સાથે પોલિશ્ડ ડાયમંડની નિકાસમા પણ ઘટાડો જોવા મળ્યો હતો.સુરતના હીરાની ચમક સમગ્ર દેશ સહિત દુનિયામા જાણીતી છે. જોકે છેલ્લા બે વર્ષમાં જે રીતે એક પછી એક ઉઠામણાં સામે આવી રહ્યા છે.. જેના કારણે હીરા બજારની સ્થિતિ અંત્યત નાજુક બની છે. ડાયમંડ ટ્રેંડ પણ ગત વર્ષની સરખામણીમા બદલાયો હોય તેવુ લાગી રહ્યુ છે. પાછલા વર્ષની સરખામણીમા ચાલુ વર્ષે આયાતમાં ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ પોલિશ્ડ ડાયમંડના નિકાસમા ઘટાડો જોવા મળ્યો છે. જો કે આયાત ઘટવાના કારણે હીરા બજારને અંદાજિત એક હજાર કરોડનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. આ પાછળ હીરા હજાર મુખ્યત્વે ત્રણ કારણોને જવાબદાર માની રહ્યા છે. જેમા ઇન્ટરનેશનલ માર્કેટમાં અમેરિકા દ્વારા ટ્રેડ વોર શરુ કરવામા આવ્યો છે, તેને કારણે  ડોલર સામે રુપિયામા 20 ટકાનો ઘટાડો નોંઘાતા પોલિશ્ડ ડાયમંડની માંગમા ઘટાડો નોંધાયો છે...

બીજું કારણ, જે રીતે એક પછી એક હીરાબજારમા કરોડો રુપિયાના ઉઠામણા છેલ્લા બે વર્ષમા થયા છે તેને કારણે હીરાબજારમા વિશ્વાસનો પાયો ડગમગી ગયો છે. બેંક દ્વારા આપવામા આવતી લોન પર કાપ મૂકવામા આવ્યો છે. તો સાથોસાથ જે વેપારીઓએ બેંક પાસેથી લોન લીધી હતી, તેમની પાસે બેંક દ્વારા તાત્કાલિક ધોરણે 20 ટકા લોન વસૂલી કાઢી છે. જેને કારણે હીરાના કારખાનેદારો દ્વારા લિમિટેડ સ્ટોક રાખવા મજબૂર બન્યા છે. ત્રીજું કારણ એ છે કે, ડોમેસ્ટિક માર્કેટમાં 5 ટકા લેબર જીએસટી વસૂલવામા આવે છે. જેથી મોટાભાગના કારખાનેદાર દ્વારા દિવાળી પછી કામ ઓછું કરવા લાગ્યા હતા. 800થી એક હજાર કરોડનું વર્કિગ કેપિટલ લોક થઇ જવા પામ્યું છે. 

Conclusion:હીરા ઉદ્યોગમાં તેજી-મંદી ચાલ્યા કરતી હોય છે, પરંતુ 2008માં હીરા ઉદ્યોગે ઘણો કપરો સમય જોયો હતો. રોજ 10 કલાક ચાલતા ડાયમંડ યુનિટ્સ ત્યાર પછી આઠ કલાક કામ કરતા થઈ ગયા. 2008 પછી ડાયમંડ ઈન્ડસ્ટ્રીની પહેલા જેવી જાહોજલાલી પરત નથી આવી. ત્યારે આ વખતની મંદી પડતા પર પાટું વાગવા જેવી છે. અને રોજના રોજગારી નો અંક વધતો જાય છે. સુરત રત્નકલાકાર એસોસિએશન મુજબ આશરે 15 હજાર રત્નકલાકારો બેરોજગાર થયા છે પરંતુ તેમની પાસે માત્ર 10 ટકા કારોગરો મદદ માટે આવે છે...જો કે હીરા બજારમાં ઉઠેલી મંડી ની ફરિયાદ ખાસ રત્નકલાકારો માટે સૌથી મોટો ચિંતાનો વિષય બન્યો છે.જ્યાં પરિસ્થિતિ સુધરે તો રત્નકલાકારો ની હાલત સુધરે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે....

બાઈટ :જીતેન્દ્ર ભાવેસિયા(પૂર્વ રત્નકલાકાર મેનેજર)

બાઈટ :જયસુખ ગજેરા( સુરત રત્નકલાકાર સંઘ પ્રમુખ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.