સુરત: શહેરમાં મોતની રફતાર બે ફામ બની છે. કારણ કે ફરીવાર સુરતમાં અકસ્માત જીવલેણ બન્યો છે. જેમાં સચિન વિસ્તારમાં ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું છે. બાઈકની પાછળ બેઠેલો અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રત થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે સચીન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Surat Crime: રમતા-રમતા બાથરૂમ સુધી પહોંચેલી બાળકીનું ટબમાં પડવાથી મોત
બસ ચાલક બેફામ: સુરત શહેરમાં દિવસે દિવસે ડમ્પર ચાલક હોય કે પછી બસ ચાલક બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. બેફામ બનીને ગમે તે વ્યક્તિને અડફેટે લેતા હોય છે. અને જેતે વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજતું હોય છે. આવી જ એક ઘટના સચીન વિસ્તારની સામે આવી છે. ગઈકાલે રાત્રે સચિન વિસ્તારમાં રહેતો 28 વર્ષીય શ્યામસિંગ અને તેમનો મિત્ર સમીર અન્સારી બાઈક ઉપર રાતે ફરવા નીકળીયા હતા. તે દરમિયાન બેફામ બનેલા ડમ્પર ચાલકે શ્યામસીંગ અને સમીર અન્સારીને અડફેટે લેતા શ્યામસિંગનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે પાછળ બેઠેલા સમીર અન્સારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ આ મામલે સચીન પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Illegal immigration: ડીંગુચાના પરિવારની થયેલી મોત પાછળ જવાબદાર 2 એજન્ટ ઝડપાયા
અડફેટે લીધો: આ બાબતે મૃતક શ્યામસિંગના સંબંધી સંજય કુમાર સિંગએ જણાવ્યુંકે, અમારા ગામના બાજુના ગામનો શ્યામસિંગ નામનો છોકરો છે. એ બે ત્રણ વ્યક્તિઓ સિલાઈ નું કામ કરે છે. અને તેઓ સચિન વિસ્તારમાં જ રહેતા હતા. બે દિવસના રજાઓ પડી ગઈ હતી.તો રૂમમાં આખો દિવસ તો બેસી રહેવી નહિ એટલે આ લોકો ફરવા નીકળયા હતા. અને તે સાથે જ શાકભાજી પણ લેવા માટે નીકળ્યા હતા. શાકભાજી લઈને આવી રહ્યા હતા ત્યારે જ પાછળથી ડમ્પર ચાલક આવ્યો અને ડમ્પર ચાલક ઓવરટેક ના ચક્કરમાં આ લોકોની અડફેટે લીધો હતો.આ લોકો સાઈડ ઉપર જ બાઈક ચલાવી રહ્યા હતા.
ઘટના સ્થળે મોત: આ ઘટના બન્યા બાદ શ્યામનું ત્યાંજ ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.અને તેની સાથે જે બીજો છોકરો હતો તે ખૂબ જ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની પણ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ તેમની પણ સ્થિતિ જોતા બચી શકે તેમ નથી એમ લાગી રહ્યું છે.શ્યામ 28 વર્ષનો છે. ગરીબ પરિવારથી આવે છે.
રોજગારી માટે આવ્યો: વધુમાં જણાવ્યુંકે, દરેક સ્થળે સીસીટીવી લગાવવામાં આવ્યા છે. તેની તપાસ કરાવી જે ડમ્પર ચાલે કે આ રીતે આ ઘટનાને અંજામ આપ્યો છે. તેને પકડવામાં આવે. ડમ્પર ચાલકે અડફેટે લીધા બાદ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પરંતુ સીસીટીવી મારફતે ડમ્પર ચાલક સુધી પહોંચી શકાય છે. મૃતક શ્યામ ના લગ્નન પણ થઈ ચૂક્યા છે. બે બાળકો પણ છે.તેમનું પરિવાર મૂળ બિહારના સીતામઢી જિલ્લાના ચંદ્રપુરા ગામમાં રહે છે. શ્યામ 15 દિવસ પહેલા જ સુરત રોજગારી માટે આવ્યો હતો.