ETV Bharat / state

સાંકરી સ્વામિનારાયણ મંદિરના સંત દાદા સ્વામી અક્ષર નિવાસી થયા - સંત દાદા સ્વામી

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સાંકરી ખાતે આવેલા પ્રખ્યાત BAPS સ્વામિનારાયણ મંદિરના વડીલ સંત પૂ. અક્ષર સેવાદાસ ગુરુવારના રોજ અક્ષર નિવાસી થયા છે. હ્રદય સંબંધી બિમારીને કારણે તેઓ સુરતની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સદગતની શુક્રવારના રોજ મંદિરની ગૌશાળા પરિસરમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.

death-of-sant-dada-swami-of-sankari-swaminarayan-temple
સાંકરી સ્વામિનારાયણ મંદિરના સંત દાદા સ્વામી અક્ષર નિવાસી થયા
author img

By

Published : Dec 26, 2020, 7:48 AM IST

  • હ્રદય સંબંધી બીમારીને કારણે સુરતની હોસ્પિટલમાં થયું નિધન
  • તેમણે 81 વર્ષે લીધા અંતિમ શ્વાસ
  • 35 વર્ષથી સાંકરી મંદિરમાં સેવા આપી રહ્યા હતા

સુરત: બારડોલીના સાંકરી ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના વડીલ સંત પૂ. અક્ષર સેવાદાસ સ્વામીનું ગુરુવારે સુરતની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે નિધન થયું હતું. તેઓ 81 વર્ષના હતા. બારડોલી સહિત સુરત અને તાપી જિલ્લા હરિભક્તોમાં તેઓ પૂ. દાદા સ્વામીના હુલામણા નામથી જાણીતા હતા. સ્વામી કેટલાક સમયથી હ્રદય સંબંધી બીમારીથી પીડિત હતા. તેમના પાર્થિવ દેહની સાંકરી મંદિર ખાતે આવેલી ગૌશાળાના પરિસરમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે કરાયા અંતિમ સંસ્કાર

સંસ્થાના સદગુરુ સંત પૂ. ભક્તિપ્રિય સ્વામી (કોઠારી બાપા) મુંબઈ તેમજ પૂ. આચાર્ય સ્વામી (નવસારી) તેમજ સુરત અને તિથલના કોઠારી સંતોએ વૈદિક મંત્રોચ્ચાર કરીને પાર્થિવ દેહને પંચામૃત સ્નાન કરાવ્યુ હતું અને મંદિરમાં આવેલી ગૌશાળા પરિસરમાં સંતો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે અગ્નિ સંસ્કારમાં આવ્યા હતા.

પ્રમુખ સ્વામી મહારાજે 1981માં આપી હતી દિક્ષા

પૂ. ભગવત સેવા સ્વામીએ જણાવ્યુ હતું કે, પૂ. દાદા સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજે 1981માં દિક્ષા આપી હતી. ત્યારબાદ જુનાગઢ, સુરત મંદિરમાં સેવા આપી હતી. વર્ષ 1985થી એટલે કે, છેલ્લા 35 વર્ષથી તેઓ સાંકરી મંદિરમાં સેવા આપી રહ્યા હતા.

10 હજારથી વધુ હરિભક્તોને વ્યસનમુક્ત કર્યા હતા

દાદા સ્વામી દ્વારા ચલાવવામાં આવેલા વ્યસન મુક્તિ અભિયાનમાં 10 હજારથી વધુ હરિભક્તો વ્યસનમુક્ત થયા હતા. તેમના આ અભિયાન બદલ પૂ.પ્રમુખ સ્વામી અને પૂ. મહંત સ્વામી મહારાજનો રાજીપો પણ પ્રાપ્ત કર્યો હતો.

અક્ષર સેવાદાસ નામ સાર્થક કર્યું

કોઠારી પુણ્ય દર્શન સ્વામીએ જણાવ્યુ હતું કે, તેમણે અક્ષરરૂપ થઈને સંસ્થાની સેવા કરી અક્ષરસેવા દાસનું નામ સાર્થક કર્યું છે. કોરોના મહામારીને કારણે હરિભક્તોને દાદા સ્વામીના આત્માની શાંતિ માટે ઘરેથી જ પ્રાર્થના કરવા જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.