સુરત: અમરોલી વિસ્તારના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તપાસ કરી જેમાં આ મૃતદેહ 40 વર્ષીય હમીરસિંહ ગોહિલનો હોવાનું સામે આવ્યું છે. હમીરસિંહ ગોહિલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ રાજ્ય સોસાયટીમાં રહેતા હતા. તેઓ મૂળ વિરજાના રહેવાસી હતા. સુરતમાં અમરોડરીમાં કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
" આ ઘટના ગઈ કાલે મોડી રાતની છે. અમરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા દુર્ગા તળાવ પાસે ફાયર વિભાગ દ્વારા કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. તળાવમાંથી એક વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યો છે. વ્યક્તિ માછલી પકડવા માટે તળાવમાં ઉતર્યો હતો. તેથી અમે ત્યાં પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. આગળની કાર્યવાહી શરૂ કરી હતી."-- અર્જુનસિંહ (અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ)
સુરત રોજગારી માટે આવ્યો: વધુમાં જણાવ્યું કે, મૃતક યુવકની નામ હમીરસિંહ હેમદસિંહ ગોહિલ તેઓ 40 વર્ષના હતા. તેઓ કાપોદ્રા વિસ્તારમાં આવેલ રામ રાજ્ય સોસાયટીમાં રહેતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો પણ છે. તેઓ બે મહિના પહેલા જ પોતાના મૂળ વતન વિરજાનેરથી સુરત રોજગારી માટે આવ્યા હતા. અહીં તેઓ ભાડે રહેતા હતા. તેમના મિત્રોએ નિવેદન આપ્યું કે, અમે ગઈકાલે રાતે અહીં આવ્યા હતા. ત્યારે હમીરસિંહ માછલી પકડવા માટે તળાવમાં ગયો હતો. પરંતુ તે જોતજોતામાં જ તળાવમાં માટે ડૂબી ગયો હતો. જેથી અમે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તેઓએ ફાયર કંટ્રોલને જાણ કરી હતી.