સુરત : મકર સંક્રાંતિ પર્વની રાજ્યભરમાં ધામધૂમથી અને ઉલ્લાસભેર ઉજવણી થઈ હતી, સુરતમાં પણ હર્ષોલ્લાસ સાથે પતંગરસિકોએ આકાશી પેચ લડાવ્યા હતાં. સુરતના લગભગ ધાબાઓ અને અગાસી પર યુવાઓ, બાળકો સહિત દરેક ઉંમરના લોકો પતંગ ચગાવતા નજરે પડ્યાં હતાં.
ઉત્તરાયણમાં પતંગ ચગાવવા થી રાજકારણીઓ કેમ પાછળ રહી જાય સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલવે તેમજ ટેક્સટાઇલ રાજ્યપ્રધાન દર્શના જરદોશ પણ પતંગ ચગાવતા નજરે પડ્યા હતા. પોતાના પરિવાર સાથે ખૂબજ હર્ષોલ્લાસની સાથે દર્શના જરદોશે ઉત્તરાયણની ઉજવણી કરી હતી અને સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં વિકાસનો પતંગ આકાશમાં ઊડી રહ્યો છે.
ઉત્તરાયણ પર્વ પર સુરતમાં લોકો હર્ષોલ્લાસની સાથે પતંગ ચગાવતા નજરે આવ્યા હતા ત્યારે સુરતના સાંસદ પણ પોતાના પરિવારની સાથે આ પર્વની ઉજવણી કરી હતી. દર્શના જરદોશ પણ બોલિવૂડના ગીતો પર થીરક્યા હતા અને પતંગ ચગાવતા પણ નજરે પડ્યા હતા. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેઓએ પતંગ ચગાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોના કારણે હાલ વિકાસનો પતંગ આકાશમાં ઊડી રહ્યો છે. જ્યારે વિપક્ષ ગઠબંધન અમે ગણતા નથી કોંગ્રેસમુક્ત ભારત તરફ જઈ રહ્યા છે.તેઓ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે.