ETV Bharat / state

ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ડાંગરના પાકને આશરે 100 કરોડનું નુકસાન

author img

By

Published : Aug 20, 2020, 2:49 PM IST

ભારે વરસાદ બાદ ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ડાંગરના પાકને નુકસાન થયું છે. જિલ્લામાં 1100 હેકટર જમીનમાં ડાંગરના પાકની રોપણી કરવામાં આવી છે. જ્યારે શાકભાજી અને શેરડી જેવા પાકને પણ નુકસાન થયું છે. જ્યાં આશરે 100 કરોડના નુકસાનનું અંદાજ છે. રાજ્ય સરકાર ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરે તેવી માગ છે.

ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

સુરત: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડેલા ભારે વરસાદ અને ખાડીપુરની સ્થિતિના પગલે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ડાંગરના ખેતરોમાં પાણી ફરી વળતા સમગ્ર પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જ્યાં માત્ર સુરત જિલ્લામાં 1100 હેક્ટરમાં કરવામાં આવેલા ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયા હોવાનો દાવો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
ગુજરાતમાં આ વખતે વરસાદે મોડે મોડે ધમાકેદાર ઇનિંગ કરતા તેની અસર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદના પગલે જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ડાંગર શેરડી અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયા હોવાનો દાવો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરાયો છે. જેમાં માત્ર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ખેતરોમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઇ જતાં મોટા પાયે નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું છે કે, આ વખતે વરસાદ મોડે આવ્યો છતાં છેલ્લા એ સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે.જેમાં સુરત જિલ્લાના ગામડાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તાલુકાઓમાં પણ ભારે વરસાદના કારણે ડાંગર,શાકભાજી અને શેરડીના પાકને વ્યાપક નુકશાન થયું છે.સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 50 ટકા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.