સુરત : લોકડાઉનમાં ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને બે વખત ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ષવરની સામાજિક સંસ્થાઓની સાથે સ્થાનિક સોસાયટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યાં સુરતના ઉધના વિસ્તારમાં સ્થાનિક આગેવાનો અને સોસાયટીના લોકો દ્વારા શ્રમિક વર્ગના લોકો માટે રોજેબરોજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉધના વિસ્તારમાં આવેલા આશાનગર સોસાયટી અને સ્થાનિક આગેવાન શૈલેષભાઈ શુક્લા નામના વ્યક્તિ લોકડાઉન જાહેર થયાના દિવસથી સુરતના ગરીબ અને શ્રમિક વર્ગના લોકો માટેની ભોજનની વ્યવસ્થા કરતા આવ્યા છે. દરરોજ ઘર નજીક જ ભોજન બનાવી ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને પીરસવામાં આવી રહ્યું છે. દરરોજ ત્રણસોથી ચારસો લોકો આ વ્યવસ્થાનો લાભ લઇ રહ્યા છે. જે ગરીબ અને શ્રમિક વર્ગ પોતાના પેટની ભૂખ સંતોષી રહ્યા છે.