ETV Bharat / state

Cyclone Biparjoy: વાવાઝોડની આફત સામે ETV Bharatનો સુરતથી ગ્રાઉન્ડ રીપોર્ટ, જૂઓ હાલની સ્થિતિ - live news cyclone

ગુજરાતનાં માથે મોટી ઘાત બનીને આવેલા બિપરજોય વાવાઝોડું દક્ષિણ ગુજરાતને સ્પર્શતા અરબી સમુદ્રમાંથી આજે પસાર થઈ કચ્છ કરાચી તરફ આગળ વધ્યું હતું. 390 કિલોમીટર દુર દરિયામાંથી રાત્રીનાં 9 વાગ્યાની અરસામાં પસાર થતા દક્ષિણ ગુજરાતના તંત્રએ રાહત અનુભવી હતી જો કે સાંજનો સમય સુરત શહેર અને કાંઠાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા. Cyclone Biparjoy

ETVEBharat ground report બિપરજોય વાવાઝોડું દક્ષિણ ગુજરાતને સ્પર્શતા અરબી સમુદ્રમાંથી 390 કિલોમીટર દુર પસાર થતાં તંત્રને રાહત

author img

By

Published : Jun 14, 2023, 3:57 PM IST

બિપરજોય વાવાઝોડું દક્ષિણ ગુજરાતને સ્પર્શતા અરબી સમુદ્રમાંથી 390 કિલોમીટર દુર પસાર થતાં તંત્રને રાહત

સુરત: બિપરજોય વાવાઝોડાને લઇને તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. તાઉતે વાવાઝાડોના બાદ હવે તંત્રને પણ ડર લાગી રહ્યો છે કે ફરી એવી જ આફત આવી ના પડે. જેને લઇને સુરત તંત્રએ તમામ આગવી તૈયારીઓ કરી લીધી છે. બિપરજોય વાવાઝોડુ હવે કચ્છ અને કરાચી તરફ આગળ વધી રહ્યું છે.

રાહતનો શ્વાસ: જોકે દક્ષિણ ગુજરાતમાં વૃક્ષો ધરાશાહી વીજપોલ તૂટવા સિવાયના કોઈ અસરની વર્તતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.દક્ષિણ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસરોને પહોંચી વળવા સુરત માટે તંત્ર દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર રાખવામાં આવ્યો હતો. જો કે સુરતથી અરબી સમુદ્રમાં લગભગ 390 કિલોમીટર દુરથી રાત્રીનાં 9 વાગ્યાનાં અરસામાં વાવાઝોડુ આગળ વધી જતા તંત્રએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ બિપરજોય વાવાઝોડુ હવે કચ્છ અને કરાચી તરફ આગળ વધી રહ્યું છે, અને સંભવત તારીખ 15 જુનનાં રોજ તે નીચે ત્રાટકશે.

54 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો: આ દરમિયાન હવે ઉત્તર તરફનાં વિસ્તારોમાં તેની અસરો જોવા મળશે. જો કે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની કોઇ મોટી અસર નહિં વર્તાતા તૈનાત રહેલા તંત્રએ રાહત અનુભવી હતી. સુરત અને દક્ષિણ ગુજરાતમાં વૃક્ષો તુટી પડવા, તેમજ કેટલાક સ્થળે વીજપોલને નુકશાન પહોંચ્યા હોય તેવા બનાવો બન્યા હતા. પણ જાનહાની કે પછી માલમિલકતને કોઇ નુકશાન પહોંચ્યું હોય તેવા સમાચારો સામે આવ્યા નથી. બિપરજોય વાવાઝોડાને પગલે આજે મંગળવારે પણ દિવસ દરમિયાન પણ ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાતો રહ્યો હતો. જેમાં મહત્તમ 54 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હોવાનું નોંધવામાં આવ્યું હતુ. જયારે પવન વચ્ચે પણ શહે૨નાં કેટલાક વિસ્તારો અને કાંઠા વિસ્તારોમાં વરસાદનાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા.

તંત્ર સજજ: હવામાનમાં બદલાવ સાથે વરસાદ પડે તેવી શકયતા જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતને સ્પર્શતા અરબી સમુદ્રમાંથી બિપ૨જોય પસાર થઇ ચુક્યુ છે. પણ હવે જયારે નીચે પડશે ત્યારે એટલે કે 15 તારીખે પણ સુરત સહિત દરિયાકાંઠાનાં વિસ્તારોમાં હવામાનમાં બદલાવ સાથે વરસાદ પડે તેવી શકયતા રહેલી છે. જેથી આગામી બે દિવસ સુધી તંત્ર સજજ રહેશે. લોકોને કોઇ પણ મુશ્કેલી ના પડે તે માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. .

  1. Cyclone Biparjoy Live Updates: અસરગ્રસ્ત જિલ્લા મોબાઇલ યુઝર્સ કોઈપણ કંપનીના નેટવર્ક યુઝ કરી શકશે
  2. Cyclone Biparjoy: દ્વારકા ખાતે ગોમતી ઘાટ પર આવેલ શ્રીકૃષ્ણ મંદિરમાં ઘુસ્યા દરિયાના પાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.