- જહાંગીરપુરામાં બની સાયબર ક્રાઈમની ઘટના
- ભાભીને દિયર દ્વારા કરવામાં આવતા હતા બીભત્સ મેસેજ
- આ મામલે પરિણીતાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
સુરતઃ જહાંગીરપુરામાં રહેતી પરિણીતાને સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી તેમાંથી બીભત્સ મેસેજ કરી ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે પરિણીતાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા આરોપી પરિણીતાનો દિયર જ નીકળ્યો હતો અને પરિણીતા અને તેના ભાઈનો ઝગડો થયો હતો અને વાત ડિવોર્સ સુધી પહોંચી હતી. જેથી ભાભીને પાઠ ભણાવવા તેણે આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું.
પરિણીતાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
સુરતના જહાંગીરપુરામાં રહેતી પરિણીતાને સોશિયલ મીડિયામાં એક ફેકાઉંન્ટ પરથી બીભત્સ મેસેજ આવ્યા હતા અને ગાળો આપી ધમકીઓ આપવામાં આવી હતી. જેથી આ મામલે પરિણીતાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી અન્ય કોઈ નહી પરંતુ પરિણીતાનો દિયર જ નીકળ્યો હતો.
ભાભીને પાઠ ભણાવવા દિયરે કર્યા હતા બીભત્સ sms
દિયરની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ભાઈ અને ભાભીનો ઝગડો થયો હતો અને વાત ડિવોર્સ સુધી પહોંચી હતી અને વાતને લઈને ભાભી સાથે તેનો પણ ઝગડો થયો હતો. જેથી તે ભાભીને પાઠ ભણાવવા માગતો હતો. જેથી સોશિયલ મીડિયામાં ફેકાઉંન્ટ દ્વારા ભાભીને બીભત્સ sms કરવાનું કૃત્ય કર્યું હતું. આખરે આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.