ETV Bharat / state

સુરતમાં ભાજપ અધ્યક્ષ પાટીલની ભલામણથી મકાન કરવેરામાં મળી શકે છે રાહત

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત શહેરના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને કરવેરામાં મોટી રાહત આપવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે સુરતમાં કરવેરાની રાહતમાં 25 ચોરસ મીટર સુધીના મકાનોને આવરી લેવા ભાજપ અધ્યક્ષ પાટીલની ભલામણથી રાહત મળી શકે છે.

cr patil
cr patil
author img

By

Published : Mar 22, 2021, 1:15 PM IST

  • ભાજપ અધ્યક્ષ પાટીલની ભલામણથી મકાન કરવેરામાં મળી શકે છે રાહત
  • લોકોએ કલ્પના પણ કરી નહીં હોય એવા રાહતની અનુભૂતિ કરવા મળશે
  • આર્થિક સ્થિતિનો અભ્યાસ કરાશે

સુરત: ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત શહેરના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને કરવેરામાં મોટી રાહત આપવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ એવો કોઇ નિર્ણય કરવા માંગે છે કે જેનાથી લોકોને ખરેખર આર્થિક રાહત મળવા સાથે મહાનગરપાલિકા કરવેરાની જંજાળમાંથી છુટકારો મળે.

ભાજપ અધ્યક્ષ પાટીલની ભલામણથી મકાન કરવેરામાં મળી શકે છે રાહત

થોડા દિવસ પહેલાં શાસકોએ 15 ચોરસ મીટરનો એરિયા ધરાવતા લોકોને કરવેરામાં સંપૂર્ણ માફી આપવાનો નિર્ણય કર્યો હતો. ભાજપના સી.આર.પાટીલ આ નિર્ણયને આવકાર્યો હતો પરંતુ આનાથી સંતોષ નહીં માનનારા સી.આર.પાટીલ એવું માને છે કે, નાના ઘરમાં રહેતા પરિવારને કર માળખામાંથી સંપૂર્ણ રાહત મળવી જોઈએ. આ માટે તેમને 15 ચોરસ મીટર સુધી સંપૂર્ણ રાહત અને 15 થી 25 ચોરસ મીટર સુધી ઘર માટે કરવેરામાં 50 ટકા અને કોમર્શિયલ ઉપયોગ થતો હોય તો 25 ટકા રાહત આપવા સુરત મનપાના પદાધિકારીઓને લેખિત ભલામણ કરી સત્તાવાર નિર્ણય લેવા સૂચના આપી.

સુરતમાં ભાજપ અધ્યક્ષ પાટીલની ભલામણથી મકાન કરવેરામાં મળી શકે છે રાહત
સુરતમાં ભાજપ અધ્યક્ષ પાટીલની ભલામણથી મકાન કરવેરામાં મળી શકે છે રાહત

આ પણ વાંચો: ચૂંટણીઓ પહેલાં જ અનેક બેઠક પર ભાજપ બિનહરીફ વિજયી

લોકોએ કલ્પના પણ કરી નહીં હોય એવા રાહતની અનુભૂતિ કરવા મળશે

આ અંગે સી.આર, પાટીલે જણાવ્યું હતું કે, શહેરના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને પ્રાથમિક સુવિધાઓ મળવા ઉપર કરવેરામાં અનુભૂતિ થાય એવી રાહત મળવી જોઈએ અને આગામી દિવસોમાં ગરીબી મધ્યમ વર્ગીય પરિવારોના મનના સપના સાકાર થાય એવા નિર્ણયો કરવાની દિશામાં મનોમંથન ચાલી રહ્યું છે. કદાચ એ લોકો એ કલ્પના પણ કરી નહીં હોય એવા રાહતની અનુભૂતિ કરવા મળશે.

આર્થિક સ્થિતિનો અભ્યાસ કરાશે

સી. આર. પાટીલના કહેવા મુજબ, રોડ, રસ્તા, પાણી, લાઇટ આ બધી મૂળભૂત જરૂરિયાતો છે ત્યારે શિક્ષણ અને આરોગ્યને અલગ કરી શકાય નહીં. મહાનગરપાલિકાના વિકાસ કામો પણ ચાલુ રહેવા જોઈએ. આ બધાની વચ્ચે મહાનગરપાલિકાની આવક જાવકની આર્થિક સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ નજીકના ભવિષ્યમાં શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે પણ લોકોને સેવા મળવા સાથે આર્થિક ક્ષેત્રે પણ રાહત મળે એવા પગલાં ભરવાની દિશામાં અભ્યાસ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: ફરિયાદ આવવી જોઈએ નહીં કે કોર્પોરેટરો દેખાતા નથી : સી.આર.પાટીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.