સુરત: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે દેશમાં પ્રથમ વખત સુરત ખાતે પાટીદાર સમાજની વાડીમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. સુરતમાં વધતા કોરોના પોઝિટિવ કેસોને લઈ સમાજ અને પાલિકા તંત્રએ સંકલન સાધી આ નિર્ણય લીધો છે.
સુરત સહિત જિલ્લામાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હમણાં સુધી કોરોનાનો આંકડો 5 હજારને પાર વટાવી ચુક્યો છે. જ્યારે 214 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે. કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે તંત્ર આખું કામે લાગ્યું છે, ત્યારે આ વચ્ચે સુરતના પાટીદાર સમાજની વાડીમાં સૌ પ્રથમ વખત કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જે દેશમાં પ્રથમ વખત આવી ઘટના બની હશે કે સમાજની વાડીમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.
વધુમાં કતારગામ સ્થિત પાટીદાર સમાજની વાડીમાં ઉભી કરાયેલા કોવિડ હોસ્પિટલમાં 76 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં કોરોનાના દર્દીઓમાં માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અન્ય દર્દીઓને અહીં રીફર કરી સારવાર આપવામાં આવશે.