- પિતરાઈ ભાઇ-બહેને કયો આપઘાત
- બંન્નેએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
- બંને વચ્ચે પ્રેમ થઈ જતા લગ્ન કરવાની ઇચ્છા વ્યકત કરી હતી
સુરતઃ શહેરમાં સચિન જીઆઈડીસી ખાતે આવેલી શાવાંજલી સોસાયટીમાં રહેતા પિતરાઈ ભાઈ-બહેને એક હુકમાં કાપડના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૂળ યુપીનો વતની 19 વર્ષીય યુવક પરિવારના 6 સભ્યો સાથે સુરતમાં રહેતો હતો. તે સચીન જીઆઇડીસી ખાતે ઝરી મશીનના ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. ચાલ શાવાંજલી સોસાયટીમાં રહેતી તેની 17 વર્ષીય પિતરાઈ બહેન અને આ યુવક બંને વચ્ચે પ્રેમ પાંગયો હતો. યુવકે પોતાના પરિવારના લોકોને તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કરવાની વાત કરતો હતો, પરંતુ પરિવારે રૂપિયા ભેગા થયા પછી લગ્ન કરવાની વાત કરતા બંને પિતરાઈ ભાઈ બહેને દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ સચીન જીઆઇડીસી પોલીસને થતા પોલીસ સ્થળે દોડી આવી હતી.
સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બંને પ્રેમી પંખીડાઓ મામા ફોઈના ભાઈ બહેન હતા. યુવતીના પિતા ઓપરેટર તરીકે કામ કરે છે, તેમના પરિવારમાં એક દીકરી અને દીકરો છે. તેમની પુત્રી સાથે આપઘાત કરનારો યુવક તેમનો ભાણિયો થાય છે. આ બન્ને યુવક અને યુવતીએ લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. યુવકે પરિવારને લગ્નની વાત કરતા પરિવારે રૂપિયા ભેગા થાય પછી લગ્નની વાત કરી હતી, ત્યાર બાદ બંને પ્રેમીઓએ દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. ઘટનાને લઈ સચિન જીઆઈડીસી પોલીસ સ્થળે દોડી આવી હતી. હાલ સમગ્ર મામલે સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યો હતો.