ETV Bharat / state

પ્રેમ પ્રકરણમાં પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા - Record the crime of murder and take further action

સુરતમાં કામરેજના માનસરોવર ખાતે એક ગાદલામાં વિટળાયેલી હાલતમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પ્રેમ પ્રકરણને લઇને એક પિતરાઇ ભાઇએ પોતાના ભાઇની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ તો હત્યા કરનારને પાલીસે ઝડપી તેમના વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

પ્રેમ પ્રકરણમાં પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા

author img

By

Published : Jul 5, 2020, 1:09 PM IST

પ્રેમ પ્રકરણમાં પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા

  • માનસરોવર ખાતે એક ગાદલામાં વિટલાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
  • કામરેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે
  • પોલીસેે વધુ તપાસ કરતા હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ
  • હાલ તો સંજય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી

સુરતઃ કામરેજ ખાતે આવેલ આંબોલી ગામ ખાતે રહેતા અને મૂળ અમદાવાદના વિજયભાઈ ભોકળવા, કિરણ ભોકળવા ભાઈઓ પોતાના પરિવાર સાથે સુખી જીવન વિતાવી રહ્યાં હતા, ત્યારે ગત ગુરુવારે કિરણ તેના પાપા સાથે તેની બહેન માટે પાર્વતીવ્રત માટે ફરાળી વસ્તુ લેવા માટે કામરેજ ખાતે ગયો હતો. જો કે, તેના પાપા ને કામરેજ ખાતે મોટર સાયકલ માંથી ઉતારી ક્યાંક ચાલ્યો ગયો હતો, ત્યારબાદ ઘરે પરત નહીં ફરતા તેના મોબાઈલ ફોનમાં કોલ કર્યો તો મોબાઈલ ફોન બંધ આવ્યો હતો. જેથી પરિવાર જનનોની ચિંતા વધતા ઘરજનોએ તેની શોધખોળ કરી હતી, પરંતુ ક્યાંય ભાળ મળી ન હતી. જેથી ગત શુક્રવારના રોજ કિરણના મોટાભાઈએ તેના કાકાનો છોકરો ગોપાલ ભોકરવા પાસે જઈ પોતાના માલિકને કોલ કરતા ત્યાં પણ મળી નહીં આવ્યો હતો અને અચાનક ગઈકાલે શનિવારે કામરેજના માનસરોવર ખાતે રહેતા મેહુલ નામના એક વ્યક્તિનો કોલ કિરણના કાકાના છોકરો ગોપાલ ઉપર આવ્યો અને તેણે કહ્યું કે, મને કિરણની ભાળ મળી છે, તમે જલ્દીથી આવો ત્યારે ત્યાં જોઈને જોયું તો એક ગાદલામાં કિરણની વિટલાયેલી હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

આ ઘટનાની જાણ કામરેજ પોલીસને કરતા કામરેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહ પર કબજો મેળવ્યો હતો. હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ નીકળ્યું હતું. મૃતક કિરણ સંજય ભરવાડની પ્રેમિકા રક્ષા નામની છોકરીને પ્રેમ કરતો હતો. જેની જાણ સંજય ભરવાડને થતા સંજય ભરવાડે માનસરોવર બિલ્ડીંગ નંબર A-7માં પાંચમા માળે કિરણને તેના ઘરે બોલાવી મોતને ઘાટ ઉતાર્યો હતો અને એક ગાદલામાં કિરણનો મૃતદેહ વીંટાળીને ત્યાં બાજુમાં રહેતા મેહુલ કારેણાને કોલ કરીને જાણ કરી હતી કે, મારે તારી મદદની જરૂર છે. જેથી મેહુલ પોતાના ઘરેથી સંજયના ઘરે જતા સંજય ભરવાડે સમગ્ર હકીકત કહી હતી. જેથી મેહુલ કારેણા એ મદદ કરવાની ના કહી ત્યાંથી ભાગી ગયો હતો અને મૃતક કિરણના કાકાનો છોકરો ગોપાલને આ વાતની જાણ કરી હતી. આમ, સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. જેની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ કરી હતી અને સંજયને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા અને સંજયને હાલ પોલીસે પોતાના હસ્તગત કર્યો છે.

જો કે, હાલ તો આ સંજયભાઈ રણછોડભાઈ ભરવાડને પોલીસે પોતાના હસ્તગત કરી લીધો છે, ત્યારે પોલીસે પોતાની કડકાઈ પૂર્વ પૂછપરછ કરતા સંજયે તેની પ્રેમિકા રક્ષા સાથે કિરણને કોઇ લફરૂ હોઇ તેવી શંકાના આધારે અદાવત રાખી કોઇ સાધન વડે કિરણની હત્યા કરી મૃતદેહ કયાંક સગેવગે કરી દીધો હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસ દ્વારા હાલતો સંજય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.