સુરત કામરેજના ધારાસભ્ય બીડી ઝાલાવાડીયાની ( MLA BD Jhalawadia) 24.75 લાખની મિલકત જપ્ત કરવા કોટે આદેશ કર્યા છે. ધારાસભ્ય ઝાલાવાડીયાનો ટ્રકની સાથે અકસ્માતમાં (accident in surat) વરાછાના યુવાન હિરેન લીંબાણીનું મોત થયું હતું. મૃતકના પરિવારે 31 લાખનું વળતર માગ્યું હતું. કોર્ટે ઝાલાવાડીયાના પરિવારને 15.49 લાખનું વળતર ચૂકવવા આદેશ (Court order pay compensation ) કર્યો હતો. કોટના આદેશ બાદ પણ ઝાલાવાડીયાએ દરકાર કરી ન હતી. જેથી મિલકત જપ્તી માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને કોર્ટે મંજૂરી આપી હતી.
શું હતી ઘટના? કામરેજના ધારાસભ્ય વીનુ ડાયા ઝાલાવાડીયાની ( MLA BD Jhalawadia) માલકીની ટ્રક નંબર GJ 05 AU 5645થી તારીખ 22 ફેબ્રુઆરી 2016 ના રોજ સરકારની હદમાં રોંગ સાઈડ ટ્રક થયો હતો. આ ટ્રકમાં ડ્રાઇવર જેમાલ નર્સિંગ દોડિયાએ કોઈપણ પ્રકારની તકેદારી રાખી નહોતી. સિગ્નલ, બ્રેક લાઈટ લ ઇન્ડિકેટર તેમજ બંને છેડે રિફ્લેકટર થાય તેવા બોર્ડ બતાવ્યા વગર બીજા રસ્તાનો ઉપયોગ કરીને ડ્રાઇવિંગ કર્યું હતું. અને રોડ ઉપર જ ટ્રક બંધ હાલતમાં મૂકીને ચાલ્યો ગયો હતો.
ગંભીર ઇજાઓ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશવરાછાના ધરમનગર રોડ ઉપર વિશાલ નગર સોસાયટીમાં (Vishal Nagar Society surat) રહેતા હિરેન રાત્રીના આશરે 1:00 વાગ્યાના અરસામાં ત્યાંથી નીકળ્યો હતો. ટ્રકની સાથે અથડાતા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન હિરેનનું મોત નિપજ્યું હતું. હિરેનના માતા પિતાએ વકીલ મારફતે વીડી ઝાલાવડિયા અને તેના પુત્ર શરદની સામે કોર્ટમાં અકસ્માત (accident in surat) મત અંગે ફરિયાદ કરી હતી. સાથે જ 31 લાખનું વળતર માંગવામાં આવ્યું હતું. તારીખ 31મી માર્ચ 2022 ના રોજ આરોપી ઝાલાવાડીયા પરિવારના સભ્યો તેમજ ડ્રાઇવરને આદેશ કરી રૂપિયા 15.49 લાખનું વળતર 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કર્યો હતો.
મિલકત જપ્તી મિલકત જપ્તી કરવા માટે દરખાસ્તકોર્ટના આદેશને (Court order) સાત મહિના થઈ ગયા હોવા છતાં વી.ડી ઝાલાવડીયા એ મૃતકના પરિવારને રૂપિયા ચૂકવ્યા ન હતા. જેને લઇ ફરી એક વખત મૃતકના પરિવાર કોર્ટમાં ઝાલાવાડીયાની મિલકત જપ્તી કરવા માટે દરખાસ્ત કરી હતી. આ અરજીને કોટે મંજૂર(Court order) કરી અકસ્માત વળતરના રૂપિયા 15.49 લાખ અને 5 વર્ષ સુધીના 9 ટકા વ્યાજ રૂપિયા કુલ 8.26 લાખ અને દરખાસ્તના રૂપિયા 1 લાખ મળી કુલ 24.75 લાખની સ્થાવર તથા જંગમ મિલકત જપ્તી કરવા માટે આદેશ કર્યો છે.
ધારાસભ્ય ઝાલાવાડીયાની ટ્રકની સાથે અકસ્માતમાં હિરેન લીંબાણીનું મોત થયું હતું. આ સમગ્ર મામલે હિરેનના પરિવારે 31 લાખનું વળતર માંગ્યું હતું.જેમાં કોર્ટે ઝાલાવાડીયાના પરિવારને 15.49 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. પરંતુ ધારાસભ્ય ઝાલાવાડીયા કોર્ટના આદેશને માનવાની તસ્દી પણ લીધી નહોતી. ગત માર્ચ મહિનામાં કોર્ટે વળતર માટે આદેશ કરી દીધો હતો. છતાં ઝાલાવાડીયાએ દરકાર કરી ન હતી. જેથી ફરિયાદી તરફથી કોર્ટમાં સંપત્તિ જપ્ત કરવા માટે દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને કોર્ટે સ્વીકાર કરી ફરિયાદીના તરફેણમાં આદેશ કર્યું છે.--પંકજ મિત્તલ ફરિયાદીના વકીલ