સુરતઃ કોરોના વાઈરસનો કહેર યથાવત છે. સુરતમાં બુધવારે સવારે 3 કેસ પોઝિટિવ આવ્યા હતા જયારે રાંદેર ખાતે રહેતી યાસ્મીન કાપડિયા નામની મહિલાનું મોત નીપજ્યું હતું. આ સાથે સુરત અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 50 પર પહોચ્યો છે. જયારે મૃત્યુ આંક 5 થયો છે.
બેગમપુરા નવસારી બજાર ખાતે રહેતા 31 વર્ષીય અખ્તર શેખ, સૈયદપુરા ખાતે રહેતી 45 વર્ષીય મકસુદ ફહીમ અન્સારી અને સોદાગરવાડ ખાતે રહેતી મુમતાઝ ઇકબાલ પટેલ નામની મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત રાંદેર ખાતે રહેતી યાસ્મીન કાપડિયા નામની મહિલાનું મોત નીપજ્યું છે. મહિલા ગત 5 તારીખના રોજ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી તેમજ તેણીને નિમોનિયા હાઈપર ટેન્શન જેવી બીમારી હોવાનું પણ સામે આવ્યું હતું હાલ સુધીમાં રાંદેર, બેગમપુરા-ઝાંપાબજારના વિસ્તારો ક્લસ્ટર કોરોન્ટાઇન હતાં.
હવે પાલિકા કમિશ્નરે પાંચ ઝોન અને તેમજ અગાઉનો છઠ્ઠો ઝોન રાંદેર મળી કુલ 2,91,942 લોકોને હોમ ક્વોરન્ટીનમાં રહેવા આદેશ કર્યો છે. છેલ્લા પાંચ દિવસથી માસ સેમ્પલિંગની કામગીરી ચાલી રહી છે. જેમાં આઠ સેન્ટર બનાવાયા છે. ગત રોજ એક જ દિવસમાં 590 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પેન્ડિંગ છે. હાલ ટેસ્ટ મારફતે ક્યા વિસ્તારમાં અને તેનો સોર્સ શું છે તે જાણવા પ્રયાસ કરાઈ રહ્યો છે. સુરતમાં હજુ પણ 6 લોકોના રીપોર્ટ પેન્ડીગ છે.
સુરતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 50, મૃત્યુઆંક 5
સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 50 પર પહોંચી ગઈ છે. જેમાં 48 સુરત શહેર અને 2 જિલ્લાના કેસો છે. બુધવારે સવારે 3 કેસ પોઝિટિવ આવ્યા હતા જયારે રાંદેર ખાતે રહેતી યાસ્મીન કાપડિયા નામની મહિલાનું મોત નીપજ્યું હતું. આ સાથે મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે.