સુરત: મહિધરપુરામાં કોરોનાના પગલે વેપારીઓ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યાં છે કે, આ પહેલા બ્રોકર્સ અને 15 દિવસ બે મળતું હતું. તે હવે મહિને મળી રહ્યું છે. અંદાજે 4000 ટ્રેડર્સ મહિધરપુરા માર્કેટ સાથે સંકળાયેલા છે. કોરોનાને કારણે પેમેન્ટ સાઇકલ ડીલે થતા 20 ટકા જેટલા ટ્રેડર્સ બહાર થઈ ગયા છે. આવી જ સ્થિતિ સુરતના અને ટ્રેડર્સ માર્કેટ હીરા બજારમાં પણ જોવા મળી રહી છે.
કોરોના વાયરસનો કેર ચીન હોંગકોંગ પર વર્તાય છે, 15મી જાન્યુઆરીથી હોંગકોંગ ચીનનું માર્કેટ બંધ થતા નવ હજાર કરોડથી વધુના હીરાના વેપાર પર અસર થઇ છે. જેની અસર હવે સુરતના હીરા બજાર પર જોવા મળી રહી છે. મહિધરપુરા ડાયમંડ માર્કેટમાં વેપારીઓ પાસે કામ મર્યાદિત હતા. બ્રોકર્સ અને વેપારીઓ ચા-નાસ્તો કરવા જ માર્કેટમાં આવતા હોવાનું સ્થાનિક વેપારીઓ કહી રહ્યાં છે. માર્કેટના એક્સપોર્ટના મત મુજબ, કોરોના ઇફેક્ટ અને ડાયમંડની પડતર સમસ્યાઓના કારણે દિવાળી પછી 4000 વેપારીઓ પૈકી 20 ટકા વેપારીઓ માર્કેટમાંથી બહાર થઈ ગયા છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, હાલ સુરતમાં હીરા વેપારીઓ પાસે માત્ર 15થી 20 ટકાનો જ વેપાર છે અને ચીન માર્કેટ તો છેલ્લા ત્રણ માસથી બંધ છે. ખાસ કરીને સુરતના હીરા બાગ અને મહિધરપુરા વિસ્તારમાં આવેલા ટ્રેડિંગ માર્કેટની સ્થિતિ કફોડી બની છે. આ બંને ડાયમંડ માર્કેટમાં વેપારીઓ પાસે 10થી 15 ટકા કામ છે. હોંગકોંગ જ નહીં, પરંતુ યુએસ માર્કેટમાં પણ ધીમું છે. બેંકમાંથી ધિરાણની સમસ્યા પણ યથાવત છે.