સુરત: સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે પરીક્ષા દરમિયાન ગેરીરીતિ રોકવા શિક્ષણ વિભાગ સજ્જ જોવા મળી રહ્યું છે. તમામ વિધાર્થીઓને કોઈ પણ સાહિત્ય ન લઈ જવા માટેની કડક સૂચનાઓ આપવામાં આવી છે.
બીજી તરફ સુરતની અડાજણ વિસ્તારમાં આવેલી શાળામાં નકાબ અને હિઝાબ પહેરી બોર્ડની પરીક્ષા આપવા ગયેલી દસ અલગ અલગ મુસ્લિમ વિધાર્થીનીઓને નકાબ અને હિઝાબ વગર આવવા માટેની સૂચના આપવામાં આવી છે. જેને લઈ વિવાદ થયો છે.
મુસ્લિમ સમાજમાં મોટાભાગની મહિલાઓ અને યુવતીઓ પરંપરા પ્રમાણે નકાબ અને હિઝાબનો પહેરવેશ પહેરતી હોય છે, પરંતુ શાળા દ્વારા આપવામાં આવેલી આ સૂચના બાદ વાલીઓ લાલઘૂમ થયા છે. જ્યાં જમિયતે ઉલમાએ હિન્દના નેજા હેઠળ આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂવાત કરવામાં આવી છે.