સુરતમાં તારીખ 27 મેં ના રોજ શ્રમયોગીઓ દ્વારા બેઝમેન્ટના સેન્ટરીંગની કામગીરી ચાલુ હતી. ત્યારે અચાનક બાંધકામ સાઈટ પર માટીની ભેખડ ધસી પડવાથી ત્યાં કામ કરી રહેલા બે શ્રમયોગીઓને ઈજા થઈ હતી. જેમાંથી એક શ્રમયોગીનું મૃત્યૃ થયું હતું. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી સ્થળ પર સૂચવેલા પગલાઓનું પાલન કરવામાં ન આવે ત્યાં સુધી બાંધકામ સાઈટ પર કામ બંધ કરવાનો મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે.
વધુમાં તપાસ કરતા આ બાંધકામ સાઈટનું બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-1996 હેઠળ રજીસ્ટ્રેશન થયેલ ન હોઈ બાંધકામ સાઈટના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.