ETV Bharat / state

વડોદરાના પાણીગેટ ખાતે કરોડોના ખર્ચે નિર્માણ કરાશે પોલીસ સંલગ્ન કચેરીઓ: પ્રદિપસિંહ જાડેજા - VDR

વડોદરા: શહેરમાં આવેલા પાણીગેટ વિસ્તાર કે જે કોમ્યુનલ દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાય છે. તેવા વિસ્તારમાં પોલીસની સતત હાજરી રહે તે આશયથી આ વિસ્તારમાં 8.18 કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સંલગ્ન કચેરીઓ અને આવાસોનું નિર્માણ કરવામાં આવશે.

પ્રદિપસિંહ જાડેજા
author img

By

Published : Jun 22, 2019, 10:32 AM IST

વડોદરા શહેરમાં આવેલા પાણીગેટ વિસ્તાર કે જ્યાં ભૂતકાળમાં ઘણી વખત ખંજરબાજી હત્યા અને લૂંટફાટના બનાવો સતત બનતા હતા જેને અતિ સંવેદનશિલ વિસ્તાર પણ માનવામાં આવે છે. આથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે અને નાગરિકોની સુરક્ષામાં વધારો થાય. તે માટે વડોદરાના ધારાસભ્ય મનિષા વકીલ દ્વારા રજૂઆત કરાતા તેને ધ્યાને લઇ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યમાં ભાઇચારાની ભાવના બળવત્તર બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તે રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. ત્યારે આ નિર્ણય આગામી સમયમાં અત્યંત મહત્વપૂર્ણ પુરવાર થશે.

વડોદરા શહેરના આ સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં 4115 ચોરસ મીટર જમીન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠરાવ કરીને રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવી છે. આ જમીન જંત્રીના 80% ભાવ પ્રમાણે કોર્પોરેશનને 8,18,88,500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ જમીન ઉપર પાણીગેટ પોલીસ સ્ટેશન, ઇ-ડીવીઝન કચેરી, પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે બી-કક્ષાના બાવન મકાનો અને સી-કક્ષાના આઠ મકાનોનું નિર્માણ કરાશે. જેના કારણે આ વિસ્તારમાં સતત પોલીસની હાજરી રહેશે. અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બની રહેશે.

વડોદરાના સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં 
પોલીસની સતત હાજરી રહી શકે તે માટે પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સંલગ્ન કચેરીઓનું નિર્માણ કરાશે  :  પ્રદિપસિંહ જાડેજા 

 વડોદરા શહેરનો પાણીગેટ વિસ્તાર કે જે કોમ્યુનલ દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાય છે. તેવા વિસ્તારમાં પોલીસની સતત હાજરી રહે તે આશયથી આ વિસ્તારમાં રૂા. ૮.૧૮ કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સંલગ્ન કચેરીઓ અને આવાસોનું નિર્માણ કરાશે. 

 ભૂતકાળમાં પાણીગેટ વિસ્તારમાં ઘણી વખત ખંજરબાજી હત્યા અને લૂંટફાટના બનાવો સતત બનતા હતા. આથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે અને નાગરિકોની સુરક્ષામાં વધારો થાય તે માટે વડોદરાના ધારાસભ્ય મનિષા વકીલ દ્વારા રજૂઆત કરાતા તેને ધ્યાને લઇ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. રાજ્યમાં ભાઇચારાની ભાવના બળવત્તર બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તે રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. ત્યારે આ નિર્ણય આગામી સમયમાં અત્યંત મહત્વપૂર્ણ પુરવાર થશે. 

 વડોદરા શહેરના આ સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં ૪૧૧૫ ચો.મી. જમીન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠરાવ કરીને રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવી છે. આ જમીન જંત્રીના ૮૦% ભાવ પ્રમાણે કોર્પોરેશનને રૂા. ૮,૧૮,૮૮,૫૦૦/- રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ જમીન ઉપર પાણીગેટ પોલીસ સ્ટેશન, ઇ-ડીવીઝન કચેરી, પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે બી-કક્ષાના બાવન મકાનો અને સી-કક્ષાના આઠ મકાનોનું નિર્માણ કરાશે. જેના કારણે આ વિસ્તારમાં સતત પોલીસની હાજરી રહેશે. અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બની રહેશે..

નોંધઃ આ સ્ટોરીમાં રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાનો ફાઈલ ફોટો લેવો..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.