ETV Bharat / state

પક્ષથી નારાજ નથી અને હમેશા મને કોંગ્રેસની જરૂર રહેશે: કોંગી MLA પ્રતાપ દુધાત - કોંગી MLA પ્રતાપ દુધાત

રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં જાણે ધારાસભ્ય બચાવો અભિયાન ચાલુ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના ધારાસભ્યોને બચાવવા અભિયાન શરૂ કરી દીધું છે. આ વચ્ચે સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્યનું ભાજપ તરફ જવાની અટકળો વચ્ચે સુરત ખાતે પ્રભાત દુધાતે નિવેદન આપ્યું હતું કે, "તેઓ કોંગ્રેસના નાના કાર્યકર છે અને પક્ષથી નારાજ નથી અને હમેશા તેમને કોંગ્રેસની જરૂર રહેશે."

rajyasbha election
rajyasbha election
author img

By

Published : Mar 15, 2020, 3:36 PM IST

Updated : Mar 15, 2020, 5:07 PM IST

સુરત: સવારથી મીડિયા અહેવાલોમાં સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત કોંગ્રેસથી નારાજ હોય એવી ચર્ચા ચાલી રહી હતી. તેની વચ્ચે પ્રભાત દુધાતે સુરતમાં નિવેદન આપ્યું હતું કે," તેઓ કોંગ્રેસથી નારાજ નથી. તેઓએ જણાવ્યું હતું કે, "કોંગ્રેસને તેમની જરૂર હોય કે ન હોય પરંતુ તેમને કોંગ્રેસની જરૂર છે."

પક્ષથી નારાજ નથી અને હમેશા મને કોંગ્રેસની જરૂર રહેશે : કોંગી MLA પ્રતાપ દુધાત
તેઓએ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, "ભાજપ પૈસાા ખર્ચ કરી કોંગ્રેસ પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહી છે. લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે અને હું આને સખત શબ્દોમાં વખોડી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યા છીએ અને દેશની આઝાદીની લડાઈ ની જેમ જ અમારે ભારતીય જનતા પાર્ટીની સામે લડવું પડે એના માટે જે કરવું પડે એ કરવા કટિબદ્ધ છીએ અને આ આઝાદીની બીજી લડાઇ છે."

Last Updated : Mar 15, 2020, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.