સુરત: ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાતના ચાર શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં (Gujarat surat pressconfrance congress) આવી હતી. સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં કરવામાં યોજી હતી. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ ક્ષેત્રમાં નિષ્ફળ ગઈ છે. તેની વિગતવાર તોહમત આજે કોંગ્રેસ પ્રજાની સમક્ષ મૂકી રહ્યું છે.
ડબલ એન્જિનની વાત કરતી સરકાર: ડબલ એન્જિનની વાત કરતી આ સરકાર એક સામાન્ય માણસની વાત કરતા કે કોઈપણ ટ્રેન હોય તેનું એક એન્જિન ફેલ થાય તો બીજું એન્જિન લગાવવું પડે પરંતુ અમે ડબલ એન્જિન વાળી ટ્રેન જોઈ નથી. ડબલ એન્જિનની વાત કરતા આ સરકારે એન્જિન સહિત બધા ડબ્બાઓ બદલી કાઢવામાં આવ્યા એજ એમનું ભ્રષ્ટાચારનો જીવતો જાગતો દાખલો છે. એના જ કારણસર કટકી કમિશનમાં આ સરકારને કારણે જ મોરબીમાં પાંચ દિવસ પહેલા ચાલુ કરવામાં આવેલ બ્રિજ થયેલા તૂટી ગયો એમાં 136 કર્તા વધારે લોકોના મોત થયાં એમાં સરકારની બેજવાબદારી અને ભ્રષ્ટાચાર થતો જાય છે. આવી રીતે દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચારી (Congress charge sheet against Gujarat BJP government) બેજવાબદારી તરીકે ખાઈ રહી છે.
ગુજરાતનું દેવું ચાર કરોડ ઉપર: તહોમતનામાં મુખ્ય મુદ્દાઓમાં ગુજરાતનું જે દેવું છે.એમાં લગભગ ત્રણ ગણો વધારો છેલ્લા 15 વર્ષમાં થયો છે. ગુજરાતનું દેવું હાલ ચાર કરોડ ઉપર પોહંચી ગયું છે. એટલે પ્રત્યેક ગુજરાતીને માથે હાલમાં 63 હજાર રૂપિયાનું દેવું (How much debt do Gujaratis currently have) છે. ગુજરાતની મહેસૂલી ખર્ચમાં 16 ટકા જેટલી રકમ માત્ર વ્યાજ ચૂકવણીમાં આજે ગુજરાત સરકાર વાપરી રહી છે. ગુજરાતમાં 70 ટકા ખાનગી કોલેજોનું વધારો થયો છે.જયારે સરકારી 50 ટકા કોલેજો બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 464 રૂપિયા જેટલું LPG ના ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે આજે દર ગુજરાતી એ છેલ્લા એક વર્ષમાં ક્યાંકને ક્યાંક લાંચ આપી છે.અને દર ચોથા ગુજરાતીએ ત્રણ કરતા વધુ વખત લાંચ આપવી પડી છે.