સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ( Azadi ka Amrit Mohotsav )ઉપલક્ષમાં આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel )સુરતની મુલાકાતે હતા અને આશરે બે કિલોમીટર સુધી તિરંગા પદયાત્રામાં (Har Ghar Tiranga )જોડાયા હતા. હર ઘર તિરંગા માટેની પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રાને પોતે મુખ્યપ્રધાન દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યા. આ એક પદયાત્રામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ હાથમાં તિરંગા લઈ ઉત્સાહભેર મુખ્યપ્રધાન સાથે સામેલ થયા હતા.
આ પણ વાંચોઃ Har Ghar Tiranga : તિરંગા અભિયાનમાં સર્વ ધર્મ સમભાવનો પ્રચંડ પ્રેમનો નજારો
અભિયાનમાં લોકો મોટી સંખ્યામાં જોડાય - આઝાદી કા અમૃત મહોત્સવના ઉપલક્ષમાં દેશમાં 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની જાગૃતિ માટે પદયાત્રા સુરત ખાતે યોજાઈ હતી. દેશભરના લોકો આ અભિયાનમાં સામેલ થાય. આ માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે સુરતના પીપલોદના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એ કાઉન્ટર પરથી ડિજિટલ પેમેન્ટ કરીને તિરંગા ખરીદી તેને સ્ટેજ પર જઈ ફરકાવ્યો હતો. લોકોને આવાહન કર્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનમાં લોકો મોટી સંખ્યામાં જોડાય.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ હર ઘર તિરંગાને લઈને RSS અને ભાજપ પર સાધ્યું નિશાન, કહ્યું...
5,000 થી વધુ લોકો તિરંગા પદયાત્રામાં સામેલ થયા - શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિભિન્ન સમાજ તેમજ રાજ્યના લોકો આ રેલીમાં સામેલ થયા હતા. આશરે 5,000 થી વધુ લોકો તિરંગા પદયાત્રામાં સામેલ થયા હતા અને વિભિન્ન રાજ્યોની સંસ્કૃતિ પણ આ પદયાત્રામાં જોવા મળી હતી. આશરે 5,000 થી વધુ લોકો હાથમાં તિરંગા લઈ સંકલ્પ લીધો હતો કે હર ઘર તિરંગા અભિયાનને તેઓ સાર્થક કરશે. આ બધી યાત્રામાં જુદા જુદા નિત્ય ગ્રુપ, ડાન્સ ગ્રુપ, બેન્ડબાજા, પોલીસ બેન્ડ, ગીત સંગીત અને યોગાના અનેક આસનો કરતા વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા હતા.