ETV Bharat / state

ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનો પેમેન્ટને લઈને વિરોધ બાદ કેટલાક સુધારાઓ કરાયા - પ્રોસેસર્સના પેમેન્ટમાં સુધારા

સુરતમાં કાપડના વેપારીએ પેમેન્ટને લઈને રોષ (Cloth traders protest in Surat) વ્યક્ત કર્યા હતો. જેને લઈને પ્રોસેસર્સ એસો. દ્વારા ધારાધોરણોમાં કેટલાક સુધારાઓ (Surat Textile Market) કરવામાં આવ્યા હતા. (South Gujarat Textile Processors Association)

ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનો પેમેન્ટને લઈને વિરોધ બાદ કેટલાક સુધારાઓ કરાયા

author img

By

Published : Dec 13, 2022, 3:19 PM IST

ભારે વિરોધ બાદ આખરે પ્રોસેસર્સ એસો. દ્વારા ધોરાધોરણોમાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા

સુરત : સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા કાપડના વેપારીઓ (Cloth traders protest in Surat) સાથેના પેમેન્ટ બાબતે નવા ધારાધોરણ અમલમાં લાવ્યા હતા. જેની સામે શહેરના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ રોષ વ્યક્ત કરી આ મામલે ફેરફાર કરવાની માંગ કરી તારીખ 16 ડિસેમ્બરથી ફિનિશ્ડ માલની ડિલીવરી લેવાનું બંધ કરવાનું એલાન કર્યું હતું. વેપારીઓના એલાન બાદ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા બોલાવાયેલી બેઠકમાં પ્રોસેસર્સ એસો. દ્વારા ધારાધોરણોમાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા હતા. (Surat Textile Market)

થોડો સુધારો જાહેર કરવામાં આવ્યો આ બાબતે સાઉથ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ જીતુ વખારીયાએ જણાવ્યું હતું કે, કાપડ ઉદ્યોગના વેપારીઓ માટે બનાવવામાં આવેલા પેમેન્ટના ધારાધોરણ અંગે એક સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં હાજર રહેલા પ્રોસસો તરફથી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવતા નવા ધારાધોરણમાં થોડો સુધારો જાહેર કરવામાં આવ્યો હતો. પ્રોસેસર્સ એસો. દ્વારા કરાયેલા સુધારા મુજબ SGTPએ દ્વારા અગાઉ લેવાયેલ નિર્ણય મુજબ કોઈપણ સભ્ય એકમે ડિસ્કાઉન્ટ બીલમાં આપવાનું નથી. (South Gujarat Textile Processors Association)

બિલ ડિસ્કાઉન્ટ વગર વધુમાં જણાવ્યું હતું કે, પ્રોસેસિંગ ચાર્જનું (Textile Traders Processors Payment) બિલ કોઈપણ ડિસ્કાઉન્ટ વગર જ બનાવવાનું રહેશે એટલે કે નેટ બનાવવાનું રહેશે. ડિસ્કાઉન્ટ બાબતે પ્રોસેસર્સ પોતાની પાર્ટી સાથે ચર્ચા કરીને જ નક્કી કરશે અને તે મુજબ વેપારી બંધુને ક્રેડિટ નોટના રૂપમાં આપી શકશે તે પણ બિલનું પેમેન્ટ આવ્યા પછી જ. પ્રોસેસિંગ ચાર્જનું પેમેન્ટ 30 દિવસમાં લેવાનું રહેશે અને 60 દિવસ બાદ પેમેન્ટ ફરજિયાત વ્યાજ સહિત લેવાનું રહેશે. આ બાબતે કોઈ બાંધછોડ કરવાની રહેશે નહીં. (Improvements payment in Surat textile market)

કાપડ ઉદ્યોગના વેપારીઓમાં રોષ ફેલાયો હતો ઉલ્લેખનીય છે કે, પ્રોસેસર્સના પેમેન્ટ બાબતે નવા ધારાધોરણના મુદ્દે શહેરના કાપડ ઉદ્યોગના વેપારીઓમાં રોષ ફેલાયો હતો. વેપારીઓએ તા. 16મી ડિસેમ્બરથી ફિનિશ્ડ ડિલિવરી નહીં લેવાનું એલાન કર્યું હતું. ત્યારબાદ પ્રોસેસર્સ એસો. દ્વારા ધારાધોરણમાં આંશિક સુધારા કરવામાં આવ્યા છે. (Textile Traders Payment Reform in Surat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.